Western Times News

Gujarati News

લગ્નના ૧૦ વર્ષ પૂરા થતાં સૈફે કરીનાને ગણાવી અદ્દભુત મહિલા

મુંબઈ, સૈફ અલી ખાન માત્ર મીડિયાથી જ નહીં પરંતુ સોશિયલ મીડિયાથી પર દૂર રહે છે. પત્ની કરીના કપૂરથી તદ્દન વિપરીત તે તેની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવામાં માને છે. તે ભાગ્યે જ પરિવાર વિશે જાહેરમાં વાત કરતો જાેવા મળ્યો છે.

કપલના લગ્નને ૧૦ વર્ષ પૂરા થયા છે અને હાલમાં જ એક્ટરે તેમના સંબંધો વિશે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘દસ વર્ષ થઈ ગયા છે અને અમારા બે પ્રેમાળ બાળકો પણ છે.

કરીના અદ્દભુત મહિલા છે. હું વારંવાર તેમ કહેતો નથી. તે કેટલી સારી છે તે કહેવા માટે હું ઈન્સ્ટાગ્રામ પર કંઈ શેર કરતો નથી, કારણ કે હું સોશિયલ મીડિયા પર નથી. તે મજાકમાં મને ઘણીવાર અન્ય તેના માટે શું કહે છે તે જાેવા માટે સોશિયલ મીડિયા વાપરવાનું કહે છે.

તેથી, આજે મને તક મળી છે તો કહી દઉ કે તે ખરેખર અદ્દભુત મહિલા છે. કઈ વાત કરીના કપૂરને અદ્દભુત બનાવે છે? તેનો જવાબ આપતાં સૈફે કહ્યું હતું કે તે તેના જીવન અને પ્રાથમિકતા વચ્ચે બેલેન્સ જાળવી રાખે છે. તે તેના મિત્રો માટે સારી મિત્ર છે. મિત્રો સાથે સાંજ કેવી રીતે પસાર કરવી તેનું કાળજીપૂર્વક પ્લાનિંગ કરતાં મેં તેને જાેઈ છે. તેનું વર્તન યોગ્ય હોય છે. તે સમજી-વિચારીને ર્નિણય લે છે.

તેણે મને ટાઈમ મેનેજમેન્ટ તેમજ ફેમિલી વેકેશનનું આયોજન કરવા અંગે વિશે ઘણું શીખવ્યું છે. અમે અમારા પૈતૃક નિવાસસ્થાન પટૌડી પેલેસમાં હોઈએ કે લંડન જઈએ, ઘરે રહેવાનું હોય કે પિઝ્‌ઝા બનાવવાના હોય, તે પરિવારને ખુશ રાખવાનું સારી રીતે જાણે છે.

મને લાગે છે કે, કરીના અને હું સાથે વિકસિત થયા તે માટે નસીબદાર છીએ. દસ વર્ષ શાનદાર રહ્યા. હું પોતાને ભાગ્યશાળી માનું છું. સફળ લગ્નજીવન પાછળના રહસ્ય વિશે વાત કરતાં સૈફે જણાવ્યું હતું કે કરીના અને હું એકબીજાને સ્પેસ આપીએ છીએ. અમે અમારા વ્યક્તિગત રસ પર ભાર મૂકીએ છીએ.

મેં તેને બૂક વાંચતી કરી દીધી છે અને તેણે મને મળતાવડો બનાવી દીધો છે. અમારું કામ અમને વ્યસ્ત રાખે છે અને તેથી જ્યારે સમય મળે ત્યારે અમે સાથે મળીને સેલિબ્રેટ કરીએ છીએ.

અમે ફિલ્મોને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ ઘરે પિઝ્‌ઝા બનાવવાને પણ આપીએ છીએ. મને લાગે છે કામ, પરિવાર, મિત્રો અને એકબીજા સાથે પસાર કરવા માટે થોડો સમય કાઢી લો તો બેલેન્સ જળવાઈ રહે છે. સંતુલિત જીવન કેવી રીતે જીવવું તે અમને આવડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.