કોરોના, ઓમીક્રોન, મંકી પોક્સ, બર્ડ-ફ્લુ પછી ટોમેટો ફ્લુ દુનિયામાં ફેલાઈ રહ્યો છે
નવીદિલ્હી, પહેલાં કોરોના પછી તેનાં જ વેરિયન્ટ ઓમીક્રોન પછી ઓમીક્રોનનાં સબ વેરિયન્ટ અને તે પછી મંકી પોક્સે દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. ત્યાં વળી જૂનો અને જાણીતો બર્ડ ફ્લુએ દેખા દીધા. આટલું ઓછું હોય તેમાં ટોમેટો-ફ્લુ દુનિયામાં ફેલાવા લાગ્યો છે. આથી કેન્દ્રના આરોગ્ય-વિભાગે હેન્ડ ફૂટ એન્ડ માઉથ ડીઝીઝ કિવા ટોમેટો ફ્લુ અંગે ચેતવણી પ્રસિદ્ધ કરી છે.
આરોગ્ય મંત્રાલયે તે વિષે જણાવ્યું છે કે સૌથી પહેલાં કેરલનાં કોલમ જિલ્લામાં તેના કેટલાક કેસો ૬ઠ્ઠી મેના દિવસે મળી આવ્યા હતા. તે પછી ઓડીશામાં ૧થી ૯ વર્ષની વયનાં ૨૬ બાળકોને તેની અસર દેખાઈ હતી. આથી આ રોગ વિષે જરૂરી માહિતી આપતાં મંત્રાલયની યાદી સાવધાની વિષે પણ જણાવે છે. ટોમેટો ફ્લુનાં લક્ષણ વાયરલ ઇન્ફેકશન જેવાં જ હોય છે. તેમાં નબળાઈ લાગવી, શરીરમાં દુઃખાવો થવો, ચામડી સુકી અને ખરબચડી થઇ જવી તેવાં છે.
પોતાનાં નામની જેમ જ શરીર ઉપર ટમેટાં જેવા લાલ ફોડલા પડવા લાગે છે. શરીર ઉપર ઠેકઠેકાણે લાલ-ચકતાં દેખાય છે. જાે કે આ બધું થોડા દિવસો પછી ચાલ્યું જાય છે. ટોમેટો ફ્લુ કે ટોમેટો ફીવર થતાં પહેલાં તાવ આવે છે. ભૂખ મરી જાય છે.
ગળામાં સોજાે દેખાય છે, સાથે છાલાં પડી જાય છે. આવાં છાલાં, જીભ, પેઢાં, ગાલ, ગાલનો અંદરના ભાગે પણ છાલાં દેખાય છે. તેમજ તાળવાં અને હથેળી લાલ થઇ જાય છે.
આ રોગ નાનાં બાળકોને થવાનું મુખ્ય કારણ તે છે કે બાળકો અજાણતાં જ સંક્રમિત ચીજાે ખાય છે. તેઓ દરેક ચીજાે મોંમાં નાખે છે. તે ખાસ કરીને રબ્બરનાં રમકડાં મોમાં નાખે છે. અન્ય નાનાં રમકડાં પણ મોંમાં નાખે છે. આથી ટોમેટો ફ્લુના સરળતાથી ભોગ બને છે.
તેથી બાળકોને તેનાથી દૂર રાખવાં. જે બાળકને ટોમેટો ફ્લુ થયો હોય તેનાથી અન્ય બાળકોને દૂર રાખવાં. તેમજ તે બાળકનાં કપડાં વગેરે જુદાં ધોવાં. ઘરમાં સાફ-સફાઈ રાખવી, અનિવાર્ય છે, અને બાળકો જે ચીજ સુધી જલ્દી પહોંચી શકે તે બધી ચીજાે, ઊંચે તે ન પહોંચી શકે તેવી રીતે રાખવી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વધુમાં જણાવે છે કે આ માત્ર ઔપચારિક માહિતી છે. મહત્ત્વની વાત તે છે કે ટોમેટો ફ્લુનાં લક્ષણો દેખાતાં તબીબની સહાય લેવી જ, તેને સંપૂર્ણ હકીકત કહી તે પ્રમાણે ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી તે પ્રમાણે દવા લેવી.HS1MS