આઠ વર્ષ પછી શરદ કેલકરની ફરી એક વખત ટીવીના પડદે એન્ટ્રી

મુંબઈ, ભારતીય સમાજમાં સંબંધો અને લગ્ન આજે પણ પુરાણી પરંપરાઓ, ઉંમર, આર્થિક સ્થિતિ અને સામાજિક પરિમાણોના આધારે નક્કી થાય છે.
પરંતુ પ્રેમના કોઈ બંધન કે નિયમ નથી હોતાં, તેનો પોતાનો અલગ પ્રવાહ હોય છે, તેમાં વચ્ચે વચ્ચે બંધનો અને નિયમો તૂટતાં જાય છે. દાયકાઓથી ઘણી ટીવી ચેનલ ઓડિયન્સ સમક્ષ વિચાર પ્રેરક વાર્તાઓ અને કાર્યક્રમો લાવતી રહી છે, જે સંબંધોને નવી પરિભાષા આપતા રહે છે. આવો જ એક શો ‘તુમ સે તુમ તક’ શરૂ થઈ રહ્યો છે.
જેમાં ઉંમર અને સમાજના બંધનો અને નિયમોથી ઉપર એક નવા પ્રકારની સ્ટોરી બતાવવામાં આવશે.આ સિરીયલમાં ૧૯ વર્ષની એક મધ્યમવર્ગીય પરિવારની છોકરી અનુ અને ૪૬ વર્ષના બિઝનેસ ટાયકૂન આર્યવર્ધની સ્ટોરી છે. અનુનાં મોટાં સપનાં છે અને તેના મૂલ્યો પાક્કા છે. જ્યારે આર્યવર્ધને પોતાની જાતે પોતાની કારકિર્દી ખડી કરી છે, જે પોતાની શિસ્ત અને સંસ્કાર માટે જાણીતો છે.
તેમની વચ્ચેના દેખીતા ઉમરના અને સામાજિક અંતર છતાં તેમની વચ્ચે પ્રેમ થાય છે. જે સમાડના દરેક બંધનને પડકારે છે. અનુનો રોલ નિહારિકા ચોકસે કરે છે, જ્યારે આર્યવર્ધનનો રોલ શરદ કેલકર કરે છે. આઠ વર્ષનાં લાંબા વિરામ પછી શરદ કેલકર ટીવીના પડદે પાછો ફરી રહ્યો છે.
શરદ આ સિરીયલમાં એક સફળ બિઝનેસવપં પાત્ર કરતાં ઘણો ખુશ છે. જેને તેના ડ્હાપણ, આકર્ષક દેખાવ અને માનવતાના કારણે લોકો બહુ માન આપે છે. શ્રીમંત હોવા છતાં તે નિષ્ઠાવાન અને સંબંધને મહત્વ આપતો માણસ છે.
શરદ કેલકરે આ શો માટે કહ્યું, “આઠ વર્ષે ટીવી પર પાછા ફરતા હું અતિ ઉત્સુક છું. હું યોગ્ય કામની રાહ જોઈ રહ્યો હતો અને આ શોની વાર્તા સાંભળી ત્યારથી આ શો મને પર્ફેક્ટ લાગ્યો છે.
આ ફ્રેશ, યુનિક અને પ્રેમને નવી વ્યાખ્યા આપતો શો છે. તેમાં મોડર્ન લવ સ્ટોરી છે જે સમાજના રૂઢિગત નિયમોને પડકારે છે અને સાબિત કરે છે કે જ્યારે બે દિલ મળી જાય ત્યારે ઉમર માત્ર આંકડો બની રહે છે. મારું પાત્ર ઊંડું હોવા છતાં સ્પર્ષી જાય એવું છે. આ કોસ માટે હું ઘણો ઉત્સુક છું. આશા છે કે લોકો આ પાત્રને પ્રેમ આપશે.”SS1MS