વૃદ્ધાશ્રમમાં પ્રેમ થઈ જતાં ૭૦ વર્ષની ઉંમરે દાદા-દાદીએ લગ્ન કર્યાં
કોલ્હાપુર, હિન્દી ફિલ્મોમાં એક ખૂબ જ લોકપ્રિય ગીતની પંક્તિ છે, ન ઉમ્ર કી સીમા હો, ન જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક કપલે આ ગીતની પંક્તિઓને સાચી સાબિત કરી દીધી છે.
આ કપલે ૭૦ વર્ષની ઉંમર એક બીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. ૭૦ વર્ષની વાધૌલીની રહેવાસી અનુસૂયા શિંદે, ૭૫ વર્ષના શિવાંકવાડીના રહેવાસી બાબૂરાવ પાટિલ સાથએ જાનકી વૃદ્ધાશ્રમમાં લગ્ન કર્યા છે. આ બંનેની મુલાકાત ઓલ્ડ એજ હોમમાં થઈ હતી. After falling in love in the old age home, the grandparents got married at the age of 70
જ્યાં આ બંને વર્ષોથી સાથે રહેતા હતા. અહીં એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવાનો ર્નિણય કર્યો. આ ઓલ્ડ એજ હોમમાં રહેનારા ડ્રાઈવર બાબાસાહેબ પુજારીએ તમામ કાનૂની કાર્યવાહી પુરી કરાવી અને વિટનેસ તરીકે સાઈન પણ કરી. આ કપલના લગ્ન હાલમાં લોકોની વચ્ચે ચર્ચાનું કારણ બન્યા છે.
આ બંનેના જીવનસાથી પહેલાથી આ દુનિયા છોડી ચુક્યા છે. આ બંનેની મુલાકાત પહેલી વાર ઓલ્ડ એજ હોમમાં થઈ ત્યારે ખૂબ જ અસહજતા અનુભવી રહ્યા હતા. કાનૂની સલાહ લઈ આ બંનેએ લગ્ન કરવાનો ર્નિણય કર્યો.
લગ્નમાં હાજર રહેનારા આ ગ્રામિણ આ પ્રકારની જાણકારી આપી છે. આ અગાઉ મધ્ય પ્રદેશના ખંડવામાં એક કપલે હોસ્પિટલમાં લગ્ન કરી લીધા હતા.પરિવારના સભ્યો, દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓની હાજરીમાં એક ખાનગી હોસ્પિટલમાં અસામાન્ય લગ્ન પુરા થયા હતા. લગ્નના દિવસે દુલ્હન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેને લગ્નમંડપની જગ્યાએ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.SS1MS