હવાઈ યાત્રા માટે પહેલી ફેબ્રુઆરી પછી વધારે પૈસા ખર્ચવા પડશે
અમદાવાદ, જાે તમે અમદાવાદથી બહાર જવા હવાઈ મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો આવતા મહિનાથી તેના માટે તમારે થોડા વધારે પૈસા ખર્ચ કરવા પડશે.
અત્યાર સુધી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરનારા પેસેન્જર્સ માટે UDF (યુઝર ડેવલપમેન્ટ ફી) ૧૦૦ રુપિયા લેવામાં આવતી હતી, પરંતુ ૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ડોમેસ્ટિક માટે ૨૫૦ રુપિયા અને ઈન્ટરનેશનલ મુસાફરો માટે ૫૫૦ રુપિયા લેવામાં આવશે.
આટલુ જ નહીં, ૧ એપ્રિલ ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ડોમેસ્ટિકની કિંમત ૪૫૦ રુપિયા અને ઈન્ટરનેશનલની કિંમત ૮૮૦ રુપિયા થશે. આ કિંમતમાં દર વર્ષે વધારો થવાનો છે. એપ્રિલ ૨૦૨૫થી માર્ચ, ૨૦૨૬ સુધીના સમયગાળામાં આ રકમ વધીને ક્રમશઃ ૬૬૦ અને ૧૧૯૦ થઈ જશે.
આ જાણકારી AERA દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાથી એરોનોટિકલ શુલ્ક જેમ કે લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જ પણ વધવા જઈ રહ્યો છે. જાે આ પ્રકારના શુલ્ક વધશે તો તેની સીધી અસર મુસાફરોની ટિકિટની કિંમત પર પડી શકે છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ૧ ફેબ્રુઆરીના દિવસે અને ત્યારપછી જે પણ ટિકિટ ઈશ્યુ કરવામાં આવસે તેના પર નવા UDF લાગુ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૦થી AERA બે એકસમાન મહત્વ ધરાવતી આ જરૂરિયાતો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરી રહી છે.
એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઓપરેટર્સને ફંડની જરૂર હોય છે. અને સાથે જ ફ્લાઈટ ટિકિટનું ભાડું અતિશય વધી ના જાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ઘણાં એરપોર્ટ એવા છે જ્યાં પાછલા ઘણાં વર્ષોથી આ પ્રકારના ચાર્જમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો, જેના કારણે સમસ્યા ગંભીર બની ગઈ છે. એરપોર્ટ માટે તૈયાર કરવામાં આવેલી ડેવલપમેન્ટની યોજનાઓને પાર પાડવા માટે આ વધારો જરૂરી બની ગયો છે.
અમદાવાદ એરપોર્ટની જ વાત કરવામાં આવે તો, ગૌતમ અદાણીની કંપની દ્વારા સંચાલિત અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટલ લિમિટેડ દ્વારા UDF ક્રમશઃ ૭૦૩ અને ૧૪૦૦ રુપિયા કરવાની માંગ કરવામાં આવી હતી. તેમની માંગ હતી કે આવનારા વર્ષમાં તે વધીને રુપિયા ૭૭૫ અને ૧૫૪૪ રુપિયા કરવામાં આવે.
જ્યારે કંપની તરફથી ભાવની આ યાદી જમા કરવામાં આવી તો છઈઇછએ તેમાં યોગ્ય સુધારા કર્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એરપોર્ટ પર વિવિધ કામ કરાવવા માંગે છે, જેમ કે અત્યારે જે ટર્મિનલ છે તેનો વિસ્તાર વધારવાની યોજના છે.
આ સિવાય નવું ઈન્ટીગ્રેડેટ ટર્મિનલ બનાવવું, રનવે, એરક્રાફ્ટ પાર્કિંગ, એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, કાર્ગો સુવિધા, પાર્કિંગ, ફ્લાઈટ કિચન, MRO વગેરે સુવિધાઓ પૂરી પાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.SS1MS