ફૂટબોલ બાદ સ્પેને ક્રિકેટમાં પણ ધમાલ મચાવી
સ્પેન, ફૂટબોલ બાદ હવે સ્પેનની ક્રિકેટ ટીમે ક્રિકેટમાં પણ ધૂમ મચાવી છે. આ ટીમે ્૨૦ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યાે છે જે આજ સુધી બીજી કોઈ ટીમ કરી શકી નથી.
આ મામલે સ્પેને મલેશિયાની ટીમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.હકીકતમાં, સ્પેન પુરુષોની T૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ૧૪ મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા માત્ર મલેશિયાની ટીમ જ સતત ૧૩ મેચ જીતી શકી હતી, જેનો રેકોર્ડ હવે તૂટી ગયો છે.
ફૂટબોલમાં પણ સ્પેન ઘણું આગળ છે.સ્પેનિશ ક્રિકેટ ટીમે ૨૫ ફેબ્›આરી ૨૦૨૩ થી સતત ૧૪ ્૨૦ મેચ જીતી છે. આ ટીમને છેલ્લે ઇટાલી સામે હાર મળી હતી.
આ પછી સ્પેન એકપણ મેચ હારી નથી. આ સમયગાળા દરમિયાન તેણે આઈલ ઓફ મેન, જર્સી, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક અને ગ્રીસને હરાવ્યા છે.
સ્પેને તેની ૧૪મી મેચમાં ગ્રીસને કારમી હાર આપી હતી. આ મેચ યુરોપ ટી૨૦ વર્લ્ડ કપ સબ રિજનલ ક્વોલિફાયર સી હેઠળ રમાઈ હતી. આ મેચમાં સ્પેન અને ગ્રીસની ટીમો આમને-સામને હતી, જેમાં સ્પેને ૭ વિકેટે જીત મેળવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યાે હતો.ભારતીય ટીમે એક વખત સતત ૧૨ ્૨૦ મેચ જીતી હતી. ભારતીય ટીમ સતત સૌથી વધુ ્૨૦ ઈન્ટરનેશનલ મેચ જીતવાના મામલે છઠ્ઠા સ્થાન પર છે.
તેના ઉપર સ્પેન (૧૪), મલેશિયા (૧૩), બર્મુડા (૧૩), અફઘાનિસ્તાન (૧૨) અને રોમાનિયા (૧૨) છે.ભારતીય ટીમે નવેમ્બર ૨૦૨૧ થી ફેબ્›આરી ૨૦૨૨ સુધી આ ૧૨ મેચ જીતી હતી. ટોપ-૧૦ ૈંઝ્રઝ્ર ્૨૦ રેન્કિંગમાં ભારત અને અફઘાનિસ્તાન એકમાત્ર બે ટીમો છે, જેમણે સતત ૧૦ કે તેથી વધુ ્૨૦ મેચ જીતી છે. તેમના પછી પાકિસ્તાનની ટીમ છે, જેણે સતત ૯ મેચ જીતી છે.SS1MS