Western Times News

Gujarati News

ડિવોર્સના ચાર વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી નવ્યા ફેમ સૌમ્યા સેઠ

મુંબઈ, સીરિયલ નવ્યાથી પોપ્યુલર થયેલી સૌમ્યા સેઠ આશરે ચાર વર્ષ ફરી પ્રેમમાં પડી છે. તેણે વર્ષ ૨૦૧૯માં પહેલા પતિથી ડિવોર્સ લીધા હતા. જીવનમાં નવી વ્યક્તિનું આગમન થયું હોવાની જાણકારી તેણે તેના સોશિયલ મીડિયા પર આપી છે અને તે પણ ફાધર્સ ડે જેવા સ્પેશિયલ દિવસે. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દીકરા એડન અને બોયફ્રેન્ડ શુભમ ચુહડિયાની તસવીરોથી ભરેલી એક રીલ શેર કરી હતી, આ સાથે તેઓ પ્રેમમાં કેવી રીતે વિકસિત થઈ રહ્યા છે તેમજ તેમના ક્યૂટ પરિવાર સાથે કેવી રીતે એક-એક ક્ષણને એન્જાેય કરી રહ્યા છે તેના વિશે એક નોટ શેર કરી હતી. એક્ટ્રેસના ચહેરા પર ફરીથી પહેલા જેવી ખુશી જાેઈને તેના ફેન્સ પણ ખુશ થયા છે. સૌમ્યા સેઠે જે રીલ શેર કરી હતી, તેમાં ત્રણેયની કેટલીક તસવીરો છે.

આ સિવાય કેટલાકમાં એડન અને શુભમ ગેમ સેશન અને શોપિંગ એન્જાેય કરતાં દેખાયા. આ સિવાય એકમાં બંને ગાર્ડનમાં લટાર મારી રહ્યા છો તો એકમાં તેઓ ફોટોગ્રાફી કરતાં દેખાયા. આ સિવાય આ રીલમાં તેમની ટ્રિપની પણ તસવીરો છે. આ સાથે લખ્યું હતું ‘હેપ્પી ફાધર્સ ડે  @shub1893. અમે નિયમિત તારા માટે કૃતજ્ઞ છીએ!! દિવસ જતાં- તારા પ્રત્યેનો અમારો પ્રેમ અને આદર માત્ર વધી રહ્યો છે!! આ પરિવાર માટે તું રોજ જે કંઈ કરી રહ્યો છે તે તમામ માટે આભાર. એડન અને તેની પ્રાથમિકતાને હંમેશા પ્રાથમિકતા આપવા માટે આભાર.

હંમેશા અમારી સાથે રહેવા માટે આભાર. અમારા જીવનમાં પર્ફેક્ટ રોલ મોડલ બનવા માટે આભાર. તમે ખૂબ પ્રેમ કરીએ છીએ અને રોજ તારી સાથેના દિવસને ઉજવીએ છીએ. સૌમ્યા સેઠે અન્ય એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં દીકરા એડન અને શુભમ એકબીજાની કંપનીને એન્જાેય કરી રહ્યા હોય તેવી તસવીરો હતી.

આ સાથે તેણે લખ્યું હતું ‘તું જેવો છે તેવો બનવા માટે આભાર @shub1893!! અમે તને પ્રેમ કરીએ છીએ!!’. ફરીથી પ્રેમમાં પડેલી એક્ટ્રેસના ચહેરા પરનો ગ્લો જાેઈને ફેન્સને ખુશી થઈ હતી. એક યૂઝરે લખ્યું હતું ‘તને ખુશ જાેઈને સારું લાગ્યું. જ્યારે નવ્યા સીરિયલ ઓન-એર થઈ ત્યારે મારી ઉંમર ૧૫ વર્ષ હતી. એક પણ એપિસોડ મિસ નહોતો કર્યો. નવ્યા મારી ખુશીની જગ્યા હતી. તે મને ઘણી પોઝિટિવ એનર્જી આપી હતી.

જ્યારે પણ હું તારી સ્માઈલને જાેઉ છું ત્યારે મને તે દિવસો યાદ આવી જાય છે. હું આશા રાખું છું કે, ખુશીઓ હંમેશા તને જડે’. આ સિવાસ તે ભૂતકાળના આઘાતમાંથી બહાર આવી અને ફરીથી જીવન જીવી રહે છે તે જાેઈને કેટલાક ફેન્સને આનંદ વ્યક્ત કર્યો હતો. એક ફેને પૂછ્યું હતું ‘શું તે ફરીથી લગ્ન કરી લીધા? શ્રેષ્ઠ જીવનસાથી મળવો તે સારી વાત છે, એડન અને તારા માટે ખુશ છું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.