શાહરૂખ ચાર વર્ષ બાદ ફેન્સ માટે જબરદસ્ત એક્શન લઈને આવ્યો
મુંબઈ, શાહરૂખ ખાનના ફેન્સ જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાહરૂખ ખાન ફૂલઓન એક્શન અવતારમાં જાેવા મળી રહ્યો છે.
અઢી મિનિટના ટ્રેલરમાં શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પાવર-પેક એક્શન બતાવતા દેખાઈ રહ્યા છે. પઠાણ ટ્રેલરમાં જાેઈ શકો છો કે, જ્હોન અબ્રાહમ ‘ભારત મા’નો વિનાશ કરવાના મિશન પર નીકળ્યો છે. તેને રોકવા માટે પઠાણ ઉર્ફે દેશના સૌથી વિશ્વસનીય સૈનિક શાહરૂખ ખાનને મેદાનમાં ઉતારવામાં આવે છે.
પોતાના દેશને આતંકી હુમલાથી બચાવવા માટે શાહરૂખ ખાન વનવાસ પૂરો કરીને એક્શન મોડમાં આવે છે. આ લડાઈમાં પઠાણને દીપિકા પાદુકોણનો પણ સાથ મળે છે. દીપિકા-શાહરૂખ અને જ્હોન અબ્રાહમ વચ્ચે જામતી જંગ ફિલ્મી પડદે જાેવી કેટલી રસપ્રદ બની રહેશે તેનો અંદાજાે આ ટ્રેલર પરથી આવી જાય છે.
શાહરૂખનો ડાયલોગ- ‘પઠાણ તો આયેગા, સાથ મેં પટાખે ભી લાયેગા’ આ સાંભળતા જ થિયેટરમાં સીટીઓ ચોક્કસથી વાગશે. ફિલ્મમાં શાહરૂખ ખાનના એક્શન અવતાર ઉપરાંત તેનો લૂક અને દીપિકા સાથેનો રોમાન્સ પણ ચાર ચાંદ લગાવી દેશે.
ફિલ્મના વીએફએક્સ પણ જાેરદાર હશે તે ટ્રેલર પરથી માલૂમ પડે છે. જાેકે, જે લોકો ફિલ્મના ટ્રેલરમાં સલમાન ખાનની ઝલકની રાહ જાેઈ રહ્યા હતા તેમને નિરાશ થવું પડી શકે છે. ફિલ્મના મેકર્સે સલમાન ખાનની એન્ટ્રી થિયેટર સરપ્રાઈઝ રાખવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. જાેકે, ફિલ્મની રિલીઝ પહેલા કેટલાય વિવાદોથી તે ઘેરાઈ ગઈ છે. ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારથી જ તેમાં દીપિકા પાદુકોણે પહેરેલી ભગવા રંગની બિકીની સામે દેશમાં કેટલાય સ્થળોએ વિરોધ જાેવા મળ્યો હતો.
જે બાદ સેન્સર બોર્ડે ૧૦ કટ સાથે ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું છે. દીપિકાના બિકીનીવાળા કેટલાક ક્લોઝ-અપ શોટ્સ ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા છે. તો ગીતના અમુક શબ્દોને પણ દૂર કરાયા છે. શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે વાપસી કરી રહ્યો છે.
છેલ્લે શાહરૂખ ખાન કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. કિંગ ખાનના ફેન્સ લાંબા સમયથી તેના કમબેકની રાહ જાેઈ રહ્યા હતા. શાહરૂખ ખાને ‘પઠાણ’ દ્વારા ધમાકેદાર વાપસી કરી છે તેમ કહી શકાય.SS1MS