બાથરૂમમાં બાળકને જન્મ આપ્યા બાદ પ્લાસ્ટિકમાં લપેટીને ફેંકી દીધો
નવી દિલ્હી, કોચીના એર્નાકુલમમાં પ્લાસ્ટિકના કવરમાં લપેટાયેલ નવજાત બાળકનો મૃતદેહ રસ્તાની વચ્ચે લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તેને નજીકના એપાર્ટમેન્ટમાં રહેતી તેની માતાએ બહાર ફેંકી દીધો હતો.
પોલીસે બાળકની ૨૩ વર્ષની માતાની ધરપકડ કરી છે જેણે તેને પનંબલી નગરમાં ફ્લેટના ૫માં માળેથી ફેંકી દીધો હતો.પોલીસે પુષ્ટિ કરી છે કે આ લગ્નેતર ગર્ભાવસ્થાનો મામલો છે અને મહિલા બળાત્કારનો ભોગ બનેલી હોવાની શંકા છે. મહિલા કોઈને કહ્યા વગર બાળકને મારવાનો પ્રયાસ કરી રહી હતી.
બાળકીના માતા-પિતાને પણ આ ઘટનાની જાણ ન હતી.તેણે બાથરૂમમાં બાળકને જન્મ આપ્યો અને બહાર આવ્યા બાદ બાળકને પ્લાસ્ટિકના કવરમાં લપેટીને રસ્તા પર ફેંકી દીધું. બાદમાં સફાઈ કામદારોએ લાશ જોઈ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ખોપરીમાં ઈજા હોવાનું જણાવાયું છે. નવજાત શિશુના નીચેના જડબામાં પણ ઈજા થઈ હતી.
પોલીસ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી શકી નથી કે મહિલા બળાત્કારનો ભોગ બની હતી કે નહીં. બાળકની માતાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
તેની તબિયતમાં સુધારો થતાં તેને જેલમાં ખસેડવામાં આવશે. દરમિયાન કેરળ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આ મામલે કેસ નોંધ્યો છે. આયોગે કોચી શહેર પોલીસ કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.SS1MS