અમેરીકા જતાં ગુજરાતીઓને વિશ્વ ઉમીયાધામ જાેબ સુધીની મદદ કરશે
(એજન્સી)અમદાવાદ, વિશ્વ ઉમીયાધામના પ્રમુખ આર. પી.પટેલ (Vishwa Umiyadham Trust R. P. Patel) સહીતના ૬ ટ્રસ્ટીઓ અમેરીકાના પ્રવાસે છે. ત્યારે ગત શુક્રવારે અમેરીકાના બોસ્ટનમાં વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનથી સંગઠનની એક બેઠક યોજાઈ હતી. યઆ બેઠકમાં પ૦૦થી વધુ પરીવારો ઉપસ્થિત રહયા હતા.
જેમાં બોસ્ટન (USA Boston) આવતા ગુજરાતીઓને મદદરૂપ થવાને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતથી આવતા પરીવારોને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા જમવા અને જાેબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વઉમીયા ફાઉન્ડેશનની ટીમ કામ કરશે.
વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનની (Vishwa Umiya Foundation Canada) કેનેડાની ટીમ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૧,૧૦૦ થી વધુ ગુજરાતી દિકરા-દીકરીઓને નોકરી અપાવવા સુધીની મદદ પુરી પાડવામાં આવી છે. કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરીકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈપણ ગુજરાતી પરીવાર આવશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રેહવા જમવાની અને જાેબમાં પણ મદદરૂપ થશે.
આ અંગે વાત કરતા અમેરીકાના બોસ્ટન સ્ટેટના રોરડ આઈલેન્ડના વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના ચેરમેન સંજય પટેલે જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરીવારે િંચતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતા ગુજરાતીઓને હાલકી ભોગવવી પડી રહી હોવાના સમાચાર વહેતા થતાં વાલીઓમાં ચિંતાનું મોજું જાેવા મળ્યું હતું.