મુંબઈના લોકોને આજે પણ ઘરની બહાર ન નીકળવાની ચેતવણી

પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢમાં 9મી જૂલાઈ માટે યલો એલર્ટ -ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈના કેટલાંક વિસ્તાર માટે 8 જૂલાઈએ ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું હતું.
રવિવારે મોડી રાત્રે છ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ -મુંબઈ જળબંબાકાર-ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈ
સરકારી, ખાનગી અને મ્યુ. શાળાઓ અને કોલેજો બંધઃ મોટાભાગના રસ્તાઓ ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યોઃ જનજીવન સંપૂર્ણ ઠપ્પ
(એજન્સી)મુંબઈ, દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. હવામાન વિભાગે આજે ૧૧ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાત્રે ૧ વાગ્યાથી સોમવારે સવારે ૭ વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં ૩૦૦ મિમી(૧૧.૮ ઈંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો.
જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. બપોરે ૨.૨૨ વાગ્યાથી સવારે ૧૧ વાગ્યા સુધી ૫૦ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.
માયાનગરી મુંબઈમાં ભારે વરસાદને કારણે લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેનનાં પૈડા થંભી ગયાં છે. મુંબઈમાં ૬ કલાકમાં જ ૧૧.૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ઘૂંટણમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે સામાન્ય લોકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
રસ્તાઓ પર પૂરને કારણે ગાડીઓ ડૂબી ગઈ હતી. તેમજ શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદથી જનજીવનને પણ અસર પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયાં હતા.
This is not water. It’s spirit. Spirit of Mumbai. 🫡
Location: Oberoi Mall Goregaon pic.twitter.com/LfBY4CZK9o
— 🅿️ЯΞ💤 (@PrezzVerde) July 8, 2024
મુંબઈમાં રવિવાર રાતથી જ મુશળધાર વરસાદ ચાલુ હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતા. કિંગ્સ સર્કલ પહેલાં સાયન, માટુંગા, ગાંધી માર્કેટ આ વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. કલ્યાણ-કસારા સેક્શન અને ખડાવલી અને ટિટવાલા વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને રવિવારે લોકલ ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ હતી.
ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં લોકલ ટ્રેનો ૧૫ થી ૨૦ મિનિટ મોડી ચાલી રહી હતી. ભારે વરસાદ અને ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલવે લાઇન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયાં હતા. લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો વિવિધ સ્થળોએ રોકાઈ ગઈ હતી. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલા પડી જવાના પણ બનાવો બનવા પામ્યા હતા. ભારે વરસાદને કારણે સ્થાનિક રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. થાણે, પાલઘર અને રાયગઢ અને આસપાસના વિસ્તારોના લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનને મુંબઈકરોની લાઈફલાઈન માનવામાં આવે છે.
મુંબઈના રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયાં હતાં. સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કમર સુધીના પાણી ભરાયાં જતાં નાગરિકોને અવરજ-જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. કલંબોલી વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેના કારણે પૂરનો ખતરો મંડરાઇ રહ્યો હતો.
ગાડીઓ રસ્તાઓ પર ફસાયેલી જોવા મળી હતી. જેથી વાહન વ્યવહાર પણ સંપૂર્ણ ઠપ્પ થઈ જવા પામ્યો હતો. જેને કારણે ત્યાંના નિવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ પોલીસ અને સ્થાનીય પ્રશાસને તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી હતી. તેમજ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી હતી. ઈમર્જન્સી સર્વિસ વિભાગ અને નગરપાલિકા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી હતી.
મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો હતો. તેમજ અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલેપાર્લે, સાંતાક્રૂઝ, બાંદ્રા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. અંધેરી, જુહુ અને જોગેશ્વરી વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘણી વધારે હતી જેથી ત્યાંના રોડ-રસ્તાઓ પણ જળમગ્ન બની ગયા હતા. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
મુંબઈમાં વરસાદ અટક્યા પછી શિંદેની અપીલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને મુંબઈમાં લોકોને અપીલ કરી હતી કે જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો કારણ કે વરસાદ, પૂરથી શહેર લકવાગ્રસ્ત છે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં થયેલાં ભારે વરસાદના કારણે વિધાનસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
ડોÂમ્બવલી સ્ટેશન પર, લોકો ડૂબી ગયેલા ટ્રેક પર ટ્રેનની રાહ જોતા હતા. વરલી, બુંટારા ભવન, કુર્લા પૂર્વમાં, મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તાર, દાદર અને વિદ્યાવિહાર રેલ્વે સ્ટેશનમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે. મુંબઈ અને પડોશી થાણે, પાલઘર અને રાયગઢમાં દરરોજ ૩૦ લાખથી વધુ મુસાફરો ઉપનગરીય લોકલ ટ્રેન સેવાઓનો ઉપયોગ કરે છે. થાણે જિલ્લાના કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી
કારણ કે અટગાંવ અને થાન્સિત સ્ટેશનો વચ્ચેના પાટા પર માટી ઢંકાઈ ગઈ હતી, જેનાથી વ્યસ્ત કલ્યાણ-કસારા માર્ગ પર રેલ ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ મહારાષ્ટ્રના થાણેમાં પાણી ભરાયેલા રિસોર્ટમાંથી ૪૯ લોકોને અને પાલઘરમાં ૧૬ ગ્રામજનોને બચાવ્યા હતા. પૂરના કારણે રિસોર્ટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તેઓએ બોટ અને લાઇફ જેકેટનો ઉપયોગ કર્યો હતો.