હિમાચલ ભવન પછી બિકાનેર હાઉસની હરાજીનો પણ આદેશ
નવી દિલ્હી, દિલ્હીમાં હિમાચલ ભવનની હરાજીના ચુકાદા પછી પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી સ્થિત બીકાનેર હાઉસની હરાજી કરવાનો પણ આદેશ આપ્યો છે.
બીકાનેર હાઉસની માલિકી રાજસ્થાન નગરપાલિકા પાસે છે. રાજસ્થાનની નોખા નગરપાલિકા અને એન્વાયરો ઇન્ળા એન્જિનીયર્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીનું પાલન નહીં થવાને કારણે કોર્ટ દ્વારા આદેશ અપાયો છે.દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કોમર્શિયલ કોર્ટના જજ વિદ્યા પ્રકાશની બેન્ચે બીકાનેર હાઉસ અંગેનો ચુકાદો આપ્યો હતો.
એન્વાયરો ઇન્ફ્રા એન્જિનીયર્સ સાથેના વિવાદને પગલે નગરપાલિકાને ૨૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રૂ.૫૦.૩૧ લાખ ચૂકવવાનો આદેશ અપાયો હતો, પણ નગરપાલિકાએ કંપનીને રકમ ચૂકવી ન હતી. કેસની આગામી સુનાવણી ૨૯ નવેમ્બરે થશે. એ દિવસે બીકાનેર હાઉસના વેચાણ સંબંધી શરતો અને અન્ય પ્રક્રિયા પર નિર્ણય જાહેર કરાશે.
અગાઉ હિમાચલ પ્રદેશની કોર્ટે દિલ્હીના મંડી હાઉસમાં સ્થિત હિમાચલ ભવનની હરાજીનો આદેશ આપ્યો હતો.હિમાચલ સરકારે સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપનીની બાકી રકમ નહીં ચૂકવવાને કારણે કોર્ટ દ્વારા આદેશ અપાયો હતો. સરકારને રૂ.૬૪ કરોડ પરત કરવાના હતા અને કોર્ટે સાત ટકા વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ આપ્યો હતો.
એ ગણતરી સાથે સરકાર પાસે કંપનીની લગભગ રૂ.૧૫૦ કરોડની રકમ બાકી છે. હવે હાઇકોર્ટે હિમાચલ ભવનની હરાજીનો આદેશ આપ્યો છે. જોકે, હિમાચલ પ્રદેશની સરકારે ચુકાદા સામે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટની વારંવાર ટકોર છતાં બાકી રકમની ચૂકવણી ન કરાય ત્યારે મિલકતોની હરાજીનો આદેશ અપાતો હોય છે.SS1MS