જાહ્નવી કપૂર પછી બહેન ખુશીનું નસીબ પણ ચમક્યું
મુંબઈ, શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂર તેના આગામી પ્રોજેક્ટ્સને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. ૨૦૧૮માં પોતાના કરિયરની શરૂઆત કરનારી જાહ્નવી બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળવાની છે. બધા જાહ્નવી વિશે વાત કરી રહ્યા છે. અમે તમને તેની નાની બહેન ખુશી કપૂરના પ્રોજેક્ટ વિશે જણાવીએ છીએ. તાજેતરમાં જ તેણે ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગમાં પગ મૂક્યો હતો.
આ દરમિયાન તે ટૂંક સમયમાં બે ફિલ્મોમાં જોવા મળવાની છે. જે આમિર ખાન અને સૈફ અલી ખાનના પુત્રો સાથે હશે. ખુશી કપૂર હાલમાં બે ફિલ્મોને લઈને ચર્ચામાં છે. પ્રથમ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ સાથે છે. જેનું ટાઈટલ છે- નાદાનિયાં.
અન્ય એક આમિર ખાનના પુત્ર જુનૈદ સાથે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમિલ ફિલ્મ ‘લવ ટુડે’ની રિમેક હશે. ખુશી કપૂરે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી તેની સિનેમેટિક સફર શરૂ કરી છે. હાલમાં જ ખબર પડી હતી કે તે અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ ખાન સાથે એક ફિલ્મ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે.
આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું નામ છે- નાદાનિયાં. હાલમાં ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. આમાં માત્ર ઈબ્રાહિમ અને ખુશી કપૂર જ મુખ્ય ભૂમિકામાં હશે. શૌના ગૌતમ આ ફિલ્મ બનાવી રહી છે. જેની સાથે ઈબ્રાહિમ પહેલા પણ કામ કરી ચુક્યો છે.
ઈબ્રાહિમની આ પહેલી ફિલ્મ નહીં હોય. તેની પ્રથમ ફિલ્મ ‘સરઝમીન’ છે. આ પિક્ચરનું શૂટ શક્ય તેટલું જલ્દી પૂરું કરીને આ વર્ષે રિલીઝ કરવામાં આવશે. સ્ટ્રીમિંગ રાઈટ્સને લઈને ઓટીટી પ્લેયર સાથે પણ વાતચીત ચાલી રહી છે. બાકીની મુવીને લઈને વધુ માહિતી બહાર આવી નથી. હવે પછીની તસવીર આમિર ખાનના પુત્ર જુનૈદ સાથે છે. જેના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યા છે.
જુનૈદની સાથે મહારાજાથી ડેબ્યૂ કરશે. આ મુવી નેટÂફ્લક્સ પર આવશે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને તેની આગામી ફિલ્મ મળી ગઈ છે. જે ખુશી સાથે થશે. આ તમિલ ફિલ્મ લવ ટુડેની રિમેક હોવાનું કહેવાય છે. આ મુવીમાં પ્રદીપ રંગનાથન અને ઈવાના જોવા મળ્યા હતા. જો કે આ પિક્ચરનું નિર્દેશન કોણ કરશે તે અંગે કોઈ માહિતી નથી.SS1MS