Western Times News

Gujarati News

કરીના કપૂર પછી હવે હુમા કુરેશી ડિટેક્ટિવ રોલમાં જોવા મળશે

મુંબઈ, હુમા કુરેશી તેની આગામી ફિલ્મ ‘બયાન’માં એક પોલિસ ડ્રામા ફિલ્મમાં એક ડિટેક્ટિવના રોલમાં જોવા મળશે અને તેના માટે તે ઘણી ઉત્સાહીત પણ છે. તેની આ ફિલ્મ બુસાનના એશિયન પ્રોજેક્ટ માર્કેટમાં પણ મોકલવામાં આવશે.

બિકાસ રંજન મિશ્રાએ ડિરેક્ટ કરેલી ‘બયાન’ એક એવી મહિલા ડિટેક્ટિવ પર આધારિત ફિલ્મ છે, જે એક લીડ ઇન્વેસ્ટિગેટર તરીતે રાજસ્થાનના નાના ગામમાં પોતાના પહેલા કેસની તપાસ કરવા માટે જાય છે. જ્યાં તેના વિરોધીનો સ્થાનિક ક્ષેત્રે સમાજિક રીતે અને વહીવટીતંત્રમાં બહુ પ્રભાવ હોવાથી તેને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.

સાથે તેને પોતાના સસરાની છબિને પણ જાળવી રાખવાના હોય છે. બિકાસ રંજન મિશ્રાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ગ્રામ્ય વિસ્તારોના મૂળમાં રહેલી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા અને તેના કારણે મહિલાઓ માટે રચાતા એક દબાણ અને સંકુચિત માહોલ પર પ્રકાશ પાડે છે.

તેમણે જણાવ્યું કે તેમનો આ ફિલ્મ બનાવવા પાછળનો હેતુ કોઈ સલાહ-સૂચન કરવાનો નથી પણ આ પ્રકારના માહોલની લોકોના જીવન પર થતી અસર અને તેને દ્વારા લોકોને એ અનુભવ કરાવવાનો છે કે આ માહોલથી ખરેખર કઈ હદ સુધીના પરિણામો આવી શકે છે.

હુમા કુરેશી પહેલી વખત એક પોલિસ ઓફિસરના રોલમાં જોવા મળશે. તેથી તે આ ફિલ્મ માટે ઘણી ઉત્સાહિત છે. તેણે જણાવ્યું,“હું એવી ફિલ્મ પસંદ કરું છું જેની વાર્તા સાથે હું મારી જાતને જોડી શકું. હું હંમેશા અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવાનો પ્રયત્ન કરું છું.

જો તેમાં મને એક કલાકાર તરીકે કોઈ નવો પ્રયોગ કરવા મળતો હોય તો મને એનો ભાગ બનવું ગમે છે. મને જ્યારે ‘બયાન’ ઓફર થઈ ત્યારે હું એની વાર્તા, પાત્ર, ફિલ્મનો હેતુ અને આ વાર્તા લોકો સમક્ષ લાવવાનું પેશન મને બહુ ગમ્યું.”હુમાએ આગળ જણાવ્યું હતું,“મારે એ સમજવું હતું કે તંત્રનો ભાગ રહીને ન્યાય સ્થાપિત કરવા માટે એક રક્ષક તરીકે તમારી શું જવાબદારી હોય છે.

આ ફિલ્મથી મને મારી એક નવી બાજુનો પરિચય થયો અને સમજવા મળ્યું કે રાજસ્થાનના નાના ગામ જેવા વિસ્તારમાં એક અધિકારી હોવાનું શું મહત્વ છે.”

આ ફિલ્મમાં હુમા ઉપરાંત સચિન ખેડેકર, અવિજિત દત્ત, શંપા મંડલ, પ્રિતિ શુક્લા, વિભોર મયંક અને અદિતિ કંચન સિંઘ પણ મહત્વના રોલમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.