KGF-૨ પછી સંજય દત્તને મળી સાઉથની વધુ એક ઓફર
મુંબઈ, પાછલા થોડા સમયથી સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઇઇઇ હોય કે પછી દ્ભય્હ્લ, દેશભરના દર્શકો આ ફિલ્મોને પ્રેમ આપી રહ્યા છે. થોડા સમય પહેલા જ રીલિઝ થયેલી ફિલ્મ દ્ભય્હ્લ ૨માં બોલિવૂડ એક્ટર્સ સંજય દત્ત અને રવીના ટંડન પણ મહત્વના રોલમાં જાેવા મળ્યા હતા. સંજય દત્તે અધીરાનો નેગેટિવ રોલ કર્યો હતો અને તેના ખૂબ વખાણ પણ થયા હતા.
સંજય દત્તનો અભિનય સાઉથના ફિલ્મમેકર્સને રાસ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, હવે તમિલ સુપરસ્ચાર વિજનયી ફિલ્મમાં સંજય દત્તને રોલ ઓફર કરવામાં આવ્યો છે. સંજય દત્તના અભિનયનો દમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો જાેઈ ચૂક્યા છે.
યશ પછી હવે તે વિજય સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યો છે, તેના પરથી લાગી રહ્યું છે કે અભિનેતા પેન ઈન્ડિયા ફિલ્મનું મહત્વ સમજી ગયા છે. એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયની અપકમિંગ ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં જાેવા મળશે.
ફિલ્મને લોકેશન કનગારાજ ડાઈરેક્ટ કરવાના છે. ફિલ્મમાં વિજય એક ગેંગસ્ટરનો રોલ કરશે અને સંજય દત્ત વિલનનો રોલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ માટે સંજય દત્તને મોટી રકમ આપવામાં આવશે. ફિલ્મ માટે સંજય દત્ત ફી તરીકે ૧૦ કરોડ રુપિયા લેવાના હોવાની જાણકારી સામે આવી છે.
આ વાતની કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી થઈ શકી. આ ફિલ્મને માત્ર તમિલ જ નહીં દેશભરમાં હાઈપ મળે તેવી શક્યતા છે. આમ પણ કેજીએફ પછી સંજય દત્તનો ફેન બેઝ સાઉથમાં પણ વધી ગયો છે. KGF ૧ પછી દર્શકો આતુરતાથી બીજા પાર્ટની રાહ જાેઈ રહ્યા હતા અને ફિલ્મને લોકોએ ખૂબ પસંદ પણ કરી હતી.
બોક્સઓફિસ પર પણ તેણે જબરદસ્ત કમાણી કરી હતી. વિજયની આ ફિલ્મની વાત કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે તે એક્ટરની સૌથી મોટી ફિલ્મ હશે. તેને મોટા સ્તરે હિન્દી માર્કેટમાં પણ રીલિઝ કરવામાં આવશે.
આ ફિલ્મ માટે ઓક્ટોબર-નવેમ્બરમાં શૂટિંગની શરુઆત થઈ શકે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એક્ટર પૃથ્વીરાજ પણ તેમાં મોટા રોલમાં જાેવા મળી શકે છે. જાે કે હજી સુધી આ વાતની પૃષ્ટિ નથી થઈ શકી. ફિલ્મ આવતા વર્ષે દિવાળીના તહેવાર ટાણે રીલિઝ કરવામાં આવી શકે છે.SS1MS