મહિલાની હત્યા કરીને લાશના ધડ માથું અલગ કરી નાળામાં ફેંકી દેવાયા
૨૫ વર્ષીય મહિલાની ધડ અને માથું અલગ કરેલી લાશ મળી
સુરત, હજીરા સાયણ હાઇવે રોડ પર આવેલા એક પાણી ભરેલા નાળામાંથી આશરે ૨૫ વર્ષય મહિલાની લાશ ધડ અને માથુ છૂટું કરેલી હાલતમાં એક કોથળામાંથી મળી આવી હતી. ઘટનાના પગલે જાહનગીપુરા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને ર્જીંય્ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે આ અજાણી મહિલા કોણ છે તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના જાહનગીપુરા પોલીસ મથકની હદમાં ધડ અને માથું અલગ કરેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસ એ હત્યાનો ગુનો નોંધીને હત્યારાની શોધ કરી છે. ત્યારે આ મહિલાની હત્યા કરીને લાશને હાઇ-વે પર આવેલા એક પાણીના નાળામાં ફેંકી દેવામાં આવી હતી.
લાશ એક પ્લાસ્ટિકના કોથળામાં ભરેલી હાલતમાં છે, ત્યારે આ મહિલાની હત્યા કોઈએ પહેલા તેનું ગળું દબાવીને તેની હત્યા કરી અને ત્યારબાદ તેને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે ઠંડા કલેજે તેનું ગળું કાપીને લાશને કોથળામાં ભરી દેવામાં આવી હોઈ શકે છે.
લાશ આશરે ત્રણ દિવસ જૂની હાલતમાં હોઈ શકે તેવું પોસ્ટમર્ટ કરનાર ડોક્ટર એ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું.
મહિલાની લાશ ને જાેતા લાગી રહ્યું છે કે તે મહિલા નેપાળી કે નેપાળ સાઈડની હોઈ શકે છે અને તેના હાથ પર બે સ્ટાર વારુ ટેટૂ પણ મળી આવ્યું છે, સાથે જ મહિલાને કાન અને નાખીમાં સોનાની જળ અને બુટ્ટી પણ મળી આવી છે.
સાથે જ તેણે પગમાં ચાંદીના ઝાંઝરા પણ પહેર્યા છે. સાથે જ તેના હાથમાં એક વીંટી પણ પહેરેલી મળી આવી છે. આ તમામ શરીર પરના આભૂષણ અને હાથના ટેટૂથી સુરત પોલીસ મહિલાની ઓળખ કરવા પ્રયાસો કરી રહી છે. સાથે જે બેગમાં લાશ મળી છે તે બેગના લખાણ પરથી પર શોધ કરી રહી છે.
આ રોડ પર મોટો ઇન્દ્રસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે. તેથી મોટા પ્રમાણમાં ટ્રક સહિત વાહનો બહાર અન્ય રાજ્યોમાંથી આવતા હોવાથી તેવા વાહનોની હિલચાલના સીસીટીવી પણ પોલીસ તપાસ કરી રહી છે. શુ અન્ય રાજ્યમાં હત્યા કરી લાશને સુરતમાં ફેંકી દેવાઈ તેવી શકાયતા પણ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે હવે જાેવું રહ્યું કે સુરત પોલીસ આ મહિલાના હત્યારાને કયારે અને કેવી રીતે ઝડપી પાડે છે અને હત્યા પરનો પડદો ક્યારે ઉંચકાય છે.