લેડી કિલર’ પછી હવે અર્જુન કપૂર ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ કરશે
મુંબઈ, અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર એક નવી ફિલ્મ માટે ફરી સાથે મળી રહ્યા છે. મેરે હસબન્ડ કી બીવી ફિલ્મ માટે અર્જુન કપૂર ભૂમિ પેડનેકર ફરી જોડાયા છે. નેટીઝન્સ ટ્રોલ કરી રહ્યા છે કે હીરો નહીં ચલેગા.બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળ્યો હતો.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. અગાઉ ૨૦૨૩માં તેની ભૂમિ પેડનેકર સાથે ‘ધ લેડી કિલર’ નામની ફિલ્મ હતી. આ ફિલ્મને બોલિવૂડની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. લેડી કિલરની નિષ્ફળતા બાદ હવે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર ફરી એક નવી ફિલ્મ ટે સાથે આવી રહ્યા છે.અર્જુન કપૂરે તેની આગામી ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ની જાહેરાત કરી છે.
અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં એક માણસનું જૂતું સ્ટિલેટો અને પંજાબી જુટ્ટી વચ્ચે ફસાયેલું જોવા મળે છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે- અહીં પ્રેમની ભૂમિતિ થોડી ટિ્વસ્ટેડ છે, કારણ કે આ પ્રેમ ત્રિકોણ નથી, આ એક સંપૂર્ણ વર્તુળ છે.
‘મેરે હસબન્ડ કી બીવી’ ૨૧ ફેબ્›આરી, ૨૦૨૫ થી સિનેમાઘરોમાં આવશે.સોશિયલ મીડિયા યુઝર્સ તેમની નવી ફિલ્મની જાહેરાત પોસ્ટ પર અર્જુન કપૂર અને ભૂમિને ટ્રોલ કરી રહ્યા છે અને ફિલ્મને આપત્તિ ગણાવી રહ્યા છે. મુદસ્સર અઝીઝ ‘મેરે હસબન્ડ કી બીવી’નું નિર્દેશન કરી રહ્યા છે.
ફિલ્મમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની સાથે રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. જેકી ભગનાની અને વાસુ ભગનાની આ ફિલ્મને પૂજા એન્ટરટેઈનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૧ ફેબ્›આરી ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS