શો છોડ્યા બાદ મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે જૂની સોનુ
મુંબઈ, જીલ મહેતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં ‘સોનુ’નું પાત્ર ભજવનારી પહેલી એક્ટ્રેસ હતી. આ એક્ટ્રેસ હવે મોટી થઈ ગઈ છે અને પોતાની રીતે લાઈફને એન્જાેય કરી રહી છે. જીલ મહેતા આજકાલ શું કરી રહી છે, તે કોને ડેટ કરી રહી છે તે વિશે જાણો વિગતવાર. જીલ મહેતાનને તેના મનનો માણીગર મળી ગયો છે.
તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો અને સાથે ઘણા ઈમોજી ડ્રોપ કર્યા હતા. તે જેને ડેટ કરી રહી છે તેનું નામ શું છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. જીલ મહેતા અને તેના મમ્મી હાલ બ્યૂટી બિઝનેસમાં છે. જીલ મેક-અપ આર્ટિસ્ટ બની ગઈ છે, જ્યારે તેના મમ્મી હેરસ્ટાઈલિસ્ટ છે.
તેઓ સાથે બિઝનેસ ચલાવે છે અને સોશિયલ મીડિયા પર તેમનું મેક-અપ પેજ પણ છે. તે ઘણીવાર મેકઅપ ટ્યુટોરિયલ પણ શેર કરતી રહે છે. ગત વર્ષે જીલે મહેતાએ જિમમાં વર્ક આઉટ કરવા દરમિયાનનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે લીધેલી ફિટનેસ ચેલેન્જ વિશે લખ્યું હતું. તેણે ૩૭ દિવસની ફિટનેસ ચેલેન્જ પૂરી કરી હતી, જેમાં તે સુગંતતા, ધીરજ અને હેલ્થ વિશે શીખી હતી. જીલે સેલ્ફ-લવ અને સેલ્ફ-અક્સેપ્ટન્સ વિશેનો પ્રેરણાદાયી વીડિયો શેર કર્યો હતો.
આ સાથે લખ્યું હતું ‘મને ખરેખર પોતાને સ્વીકાર કરવામાં અને હું જે છું તેના પર આત્મવિશ્વાસ અનુભવવામાં ઘણો લાંબો સમય લાગ્યો. હવે અન્ય લોકો શું કહે છે તેનાથી મને ફરક પડતો નથી. જાે તમે વાચી રહ્યા હોતો તમારા મિત્રને કહેજાે કે તેઓ સુંદર, સ્માર્ટ અને દયાળુ છે. મને ખાતરી છે કે તેઓ સ્વીકારશે’.SS1MS