પઠાણમાં લાંબા વાળ બાદ હવે રિવીલ થયો શાહરૂખનો લુક

મુંબઈ, શાહરૂખ ખાને ભલે ૪ વર્ષમાં મોટા પડદાથી દૂર રહ્યા હોય પરંતુ સમયની સાથે તેમની પોપુલારિટી ઘટવાના બદલે વધતી જ જાય છે. ફેન્સ તેમની વાપસીની આતુરતા પૂર્વક રાહ જાેઇ રહ્યા છે. શાહરૂખ ખાન પણ જલદી જ ફેન્સને મોટી ભેટ આપવાના છે. તેમની ફિલ્મ પઠાણ જલદી જ રિલીઝ થશે.
After long hair in Pathan, now Shah Rukh’s look has been revealed
તો બીજી તરફ પઠાન બાદ શાહરૂખ ખાન ડંકીમાં પણ જાેવા મળશે અને કદાચ આ ફિલ્મ માટે શાહરૂખ ખાને નવો લુક અપનાવ્યો છે જેને તે હાલમાં છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બુધવારે સાંજે શાહરૂખ ખાન ડબિંગ સ્ટૂડિયોમાં સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં મીડિયાનો જમાવડો લાગી ગયો પરંતુ જ્યારે શાહરૂખ બહાર નિકળ્યા તો તેમના હાથમાં છત્રી હતી અને તે પોતાનો ચહેરો છત્રી વડે સંતાડી રહ્યા હતા.
આ પહેલાં પણ જ્યારે શાહરૂખ ખાન પ્રાઇવેટ એરપોર્ટ પર સ્પોટ થયા તો ત્યાં પણ તે છત્રી વડે છુપાવતા જાેવા મળ્યા. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શાહરૂખ ડંકી માટે પોતાના નવા લુકને રિવીલ કરવા માંગતા નથી. પરંતુ આજે તેમનો નવો લુક રિવીલ થઇ ગયો.
પઠાણની વાત કરીએ તો આ ફિલ્મ માટે શાહરૂખ ખાને વાળ વધાર્યા છે. ફિલ્મમાંથી તેમની જે પહેલી ઝલક સામે આવી તેમાં તેમના લાંબા વાળ જાેવા મળ્યા પરંતુ આ વખતે શાહરૂખ નાના વાળમાં સ્પોટ થયા. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે ડંકી માટે શાહરૂખ ખાને આ નવો લુક રાખ્યો છે.
જલદી જ તે ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરશે. હાલ પઠાણનું શૂટિંગ લગભગ પુરૂ થઇ ગયું છે. જાેકે ફિલ્મની રિલીઝમાં હજુ સમય છે. ફિલ્મ આગામી વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. જેમાં દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ પણ હશે. અબ્રાહમ નેગેટિવ રોલમાં છે અને તેના માટે તેમને મોટી રકમ પણ ઓફર કરવામાં આવી છે.SS1MS