Western Times News

Gujarati News

સેમીફાઇનલમાં હાર્યા બાદ અંતિમ ભારતીય ટીમને ખુશ થવાની તક મળી

નેપિયર,  ટી-૨૦ વર્લ્ડકપની સેમીફાઇનલમાં હાર્યા બાદ અંતિમ ભારતીય ટીમને ખુશ થવાની તક મળી છે. ટીમ ઇન્ડીયાએ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ આ સીરીઝ ૧-૦ થી પોતાના નામે કરી લીધી. ખરાબ હવામાનના લીધે મંગળવારે ત્રીજી અને અંતિમ મેચ અધવચ્ચે અટકાવવી પડી. જ્યારે સમયમર્યાદામાં મેચ શરૂ થઇ શકી નહી તો ડકવર્થ લુઇસના આધાર પર સ્કોર બરાબર થતાં મેચ ટાઇ થઇ ગઇ. આ પ્રકારે ભારતે ૧-૦ થી આ સીરીઝ પોતાના નામે કરી. વરસાદના કારણે ટી-૨૦ મેચ રદ થઇ ગઇ હતી જ્યારે ભારતે બીજી મેચમાં ૬૫ રનથી બાજી મારી હતી.

મેચ તે સમયે રોકવામાં આવી, જ્યારે ૧૬૧ રનના ટાર્ગેટનો પીછો કરતાં મહેમાન ટીમે ચાર વિકેટ પર ૭૫ રન બનાવી લીધા હતા. દીપક હુડ્ડા નવ અને હાર્દિક પંદ્યા ૩૦ રન બનાવીને ક્રીઝ પર હતા. ભારતને જીત માટે ૬૬ બોલમાં ૮૬ રનની જરૂર હતી. ભારતીય ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. પરંતુ ત્યારે વરસાદ થઇ ગયો. તે પહેલાં મેચ વરસાદના કારણે મોડા શરૂ થઇ હતી અને ટોસ પણ મોડા થયો હતો.

ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મોહમંદ સિરાઝની ચાર ચાર વિકેટના લીધે ભારતે ન્યૂઝિલેંડને ૧૯.૪ ઓવરમાં ૧૬૦ રનના સ્કોર પર સમેટી દીધી હતી. ટોસ જીતીને બેટીંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેંડ માટે ડેવોન કોનવે (૪૯ બોલમાં ૫૯ રન) અને ગ્લેન ફિલિપ્સ (૩૩ બોલમાં ૫૪ રન) એ ફીફ્ટી ફટકારી હતી. આ બંનેને ત્રીજી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી ભજવી, પરંતુ ત્યારબાદ મેજબાન ટીમે ફક્ત ૩૦ રનની અંદર પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.