સલમાન પરણે પછી હું પણ લગ્ન કરી લઈશ: પ્રભાસ
મુંબઈ, સાઉથ એક્ટર પ્રભાસ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચરલમાંથી એક છે. તેનું નામ કોઈની સાથે જાેડાતું રહે છે. પહેલા તે ‘બાહુબલી’ની કો-એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીને ડેટ કરી કરતો હોવાની ખબર હતી. જાે કે, આ વાત આગળ જતાં માત્ર અફવા સાબિત થઈ હતી.
તો હમણાથી તેનું નામ અપકમિંગ ફિલ્મ ‘આદીપુરુષ’ની એક્ટ્રેસ ક્રીતિ સેનન સાથે નિકટતા વધી હોવાનું સામે આવ્યું હતું. જાે કે, તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્ટેટમેન્ટ કરતાં તેમની વચ્ચે મિત્રતા કરતાં વધારે કંઈ ન હોવાનું કહ્યું હતું.
હાલમાં એક્ટર એક સેલિબ્રિટી ચેટ શોનો મહેમાન બન્યો હતો, જ્યાં તેણે પોતાના વેડિંગ પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે જે જવાબ આપ્યો તેનું કનેક્શન ‘દબંગખાન’ સલમાન ખાન સાથે હતું. પ્રભાસ નંદમુરી બાલાકૃષ્ણના ઓટીટી શો ‘અનસ્ટોપેબલ ૨’માં પહોંચ્યો હતો.
જ્યાં તેને તેની લવ લાઈફ વિશે સવાલ કરવામાં આવ્યા હતા. તેને પૂછવામાં આવ્યું હતું કે, તે લગ્ન ક્યારે કરશે? તેનો જવાબ આપતાં કહ્યું હતું ‘સલમાન ખાન પરણે પછી હું પણ લગ્ન કરી લઈશ’. ઉલ્લેખનીય છે કે, સલમાન અત્યારસુધીમાં ઘણીવાર કહી ચૂક્યો છે કે, તે લગ્ન નહીં કરે.
લગ્ન કરવાની ઉંમર જતી રહી છે. પ્રભાસ હવે સલમાનની જેમ હંમેશા સિંગલ રહેશે કે યોગ્ય સમય આવ્યે સાત ફેરા લેશે તે તો જાેવાનું રહેશે. ગત મહિને તેવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે, પ્રભાસે ક્રીતિને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું તો એક્ટ્રેસે પણ તરત જ હા પાડી દીધી હતી.
બંનેનો પરિવાર પણ આ માટે ખુશ છે અને લીલી ઝંડી આપી દીધી છે. તેમની સાથેમાં પહેલી ફિલ્મ ‘આદીપુરુષ’ રિલીઝ થયા બાદ તરત તેઓ સગાઈ કરી લેશે. ક્રીતિએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચોખવટ કરતાં લખ્યું હતું કે, ‘કોઈ પોર્ટલ મારા લગ્નની તારીખ જાહેર કરી દે એ પહેલા મને આ ફુગ્ગો ફોડી દેવા દો. આ બધી જ પાયાવિહોણી વાતો છે’.
ક્રીતિ સેનન અને પ્રભાસ ઓમ રાઉતની ફિલ્મ ‘આદીપુરુષ’માં સાથે સ્ક્રીન શેર કરતાં દેખાશે, જેમાં તેઓ સીતા અને શ્રીરામના પાત્રમાં છે. ફિલ્મ આવતા વર્ષે ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
એક્ટર પાસે ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ પણ છે, જેમાં તેમની સાથે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન છે. આ સિવાય તેની જાેળીમાં તેલુગુ એક્શન થ્રિલર ફિલ્મ ‘સલાર’ છે.SS1MS