PM મોદીની અપીલ બાદ “ધ સાબરમતી રિપોર્ટ”ની કમાણીમાં જંગી ઉછાળો
મુંબઈ, વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મ રીલીઝ પહેલાથી જ ચર્ચાઓમાં ચાલી રહી છે. રિલીઝ થયા પછી ભલે ફિલ્મને શાનદાર ઓપનિંગ ન મળી હોય, પરંતુ ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ બોક્સ ઓફિસ પર ધીમે ધીમે પરંતુ સતત કમાણી કરી રહી છે.ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ધ સાબરમતી રિપોર્ટનું ઓપનિંગ ડે કલેક્શન ૧ કરોડ ૨૫ લાખ રૂપિયા હતું. પહેલા જ રવિવારે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૩ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. પ્રથમ અઠવાડિયું પૂરું થતાં સુધીમાં ફિલ્મે ૧૧ કરોડ ૫૦ લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી.
આ વીકેન્ડમાં પણ ફિલ્મની કમાણીમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. શુક્રવારે ૧ કરોડ ૪૦ લાખ રૂપિયાની કમાણી કર્યા પછી, શનિવારે તેણે લગભગ ૮૬ ટકાનો બિઝનેસ ગ્રોથ બતાવ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું શનિવારે કલેક્શન ૨ કરોડ ૬૦ લાખ રૂપિયા રહ્યું છે.
વિક્રાંત મેસી અને રાશિ ખન્ના અભિનીત ગોધરા કાંડ પર આધારિત, આ ફિલ્મ સત્ય હકીકતીની આસપાસ વણાયેલી છે અને દર્શકોને એક રોમાંચક પ્રવાસ પર લઈ જાય છે જેમાં ડ્રામા, થ્રિલર અને ઘણી બધી લાગણીઓ છે.
આ ફિલ્મમાં, વિક્રાંત મેસી એક ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા કેમેરામેનની ભૂમિકા ભજવે છે, જેને પ્રમાણિકતાથી કામ કરવાનો પ્રયાસ કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.દેશના ઘણા રાજ્યોની સરકારોએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ળી કરી દીધી છે. આ ફિલ્મને છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને યુપીમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.
તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની સ્ટાર કાસ્ટને મળ્યા હતા. વિક્રાંત મેસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મીટિંગની તસવીરો પણ શેર કરી છે.ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણીની વાત કરીએ તો ૫૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૫ કરોડ ૫૦ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મને આઈએમડીબી પર ૧૦ માંથી ૭.૪ રેટિંગ મળ્યું છે જે ઘણું સારું છે.
આ ફિલ્મને વિવેચકોએ પણ વખાણી છે અને બુક માય શોએ તેને ૮.૪ રેટિંગ આપ્યું છે. ફિલ્મની કમાણીનો આંકડો ઉપર જશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, પરંતુ સ્પષ્ટ છે કે દર્શકો ફિલ્મને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને કમાણીનો સિલસિલો ચાલી રહ્યો છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યાં સુધી કોઈ મોટી ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ ન થાય.SS1MS