તાલીમાર્થી તબીબ પર બળાત્કાર અને હત્યા કર્યા બાદ આરોપી લાંબો સમય સૂતો રહ્યો
કોલકાતા, કોલકાતાની હાસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલ આરોપી, તેના ઘરે પાછો ફર્યાે, સૂઈ ગયો અને બીજા દિવસે સવારે પુરાવાનો નાશ કરવા માટે તેના કપડાં ધોયા. આ મામલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ આ જાણકારી આપી.
જોકે, પોલીસને આરોપીના જૂતા પર લોહીના નિશાન જોવા મળ્યા હતા. તે મ્યુનિસિપલ બોડીના સ્વયંસેવક છે.શુક્રવારે સવારે, એક મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનો હોસ્પિટલના સેમિનાર હોલમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.
શનિવારે નાગરિક સંસ્થાના સ્વયંસેવકની ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલોમાં સેવાઓને અસર થઈ હતી કારણ કે ગુના માટે જવાબદાર લોકોને ઝડપી સજાની માંગ સાથે રવિવારે ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું.
કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે રવિવારે ત્રણ દિવસમાં બીજી વખત તબીબી સંસ્થાનની મુલાકાત લીધી હતી અને વિરોધ કરી રહેલા ડૉક્ટરોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેમણે દાવો કર્યાે કે તપાસ પારદર્શક છે અને લોકોને અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી.
ગોયલે કહ્યું, ‘ગુના કર્યા પછી આરોપી ઘરે ગયો અને શુક્રવારે સવારે મોડે સુધી સૂતો રહ્યો. જાગ્યા પછી, તેણે પુરાવાનો નાશ કરવા માટે ગુના દરમિયાન પહેરેલા કપડા ધોયા. તલાશી દરમિયાન તેના પગરખા મળી આવ્યા હતા જેના પર લોહીના ડાઘા હતા.કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે તેમ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી કોઈ પુરાવા નથી.’
ગોયલે કહ્યું કે પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે કારણ કે તેઓ તેને તેમની તપાસના તારણો સાથે જોડવા માંગે છે.એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પોલીસ અધિકારીઓની ટીમે ફોરેન્સિક યુનિટ સાથે રવિવારે હોસ્પિટલના સેમિનાર હોલમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા.
પોલીસ કમિશનરે કહ્યું, ‘અમારા એક વરિષ્ઠ અધિકારીએ પીડિતાના માતા-પિતાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપ્યો છે. વિરોધીઓ સાથેની અમારી બેઠક ફળદાયી રહી અને અમને લાગે છે કે તેઓ સંતુષ્ટ છે. તેમની માંગ મુજબ અમે અહીં તૈનાત એક સહાયક પોલીસ અધિકારીને હટાવી દીધા છે. ગોયલે કહ્યું કે પોલીસ કોઈને છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી અને તપાસ પારદર્શક છે.
તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં એક ટોલ ળી નંબર શરૂ કરશે જેના પર લોકો સૂચનો અથવા ફરિયાદ નોંધાવી શકશે.જો કે, વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ ન થાય અને સલામતી સંબંધિત તેમની માંગણીઓ સંબોધવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે.
ગોયલ સાથેની બેઠક બાદ એક જુનિયર ડોક્ટરે કહ્યું કે તમામ ઈમરજન્સી અને નોન ઈમરજન્સી સેવાઓમાં કામ બંધ રહેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુનેગારને મૃત્યુદંડની માંગ કરી છે.SS1MS