મુંબઈ પહોંચ્યા બાદ વધુ નિખરી રહી છે મહાકુંભની મોનાલિસા

મુંબઈ, મોનાલિસા મુંબઈ પહોંચી ગઈ છે અને તેની એક્ટિંગની ટ્રેનિંગ પણ શરુ થઈ ગઈ છે. ટ્રેનિંગ પુરી થતાં જ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દેશે.
આ વચ્ચે મોનાલિસાની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે.મહાકુંભમાં માળા વેચવા આવેલી છોકરી મોનાલિસા હવે સોશિયલ મીડિયા પર સનસનાટી બની ગઈ છે. તેની સુંદરતા જોઈને લોકો તેના દિવાના બની ગયા અને આ સુંદરતાએ તેને બોલિવૂડની ટિકિટ અપાવી છે.મોનાલિસાના ફોટો અને વિડિયો વાયરલ થયા બાદ બોલિવૂડે તેને ફિલ્મ ઓફર કરી છે.
ડાયરેક્ટર સનોજ મિશ્રા પોતે તેના ગામે જઈને મોનાલિસાને ફિલ્મ ઓફર કરી છે. હવે મોનાલિસાએ પણ એક્ટ્રેસ બનાવવા માટે પોતાની સફર શરૂ કરી દીધી છે. તેણે મુંબઈ જઈને પોતાના સફરની નવી શરૂઆત કરી છે.મોનાલિસા મુંબઈ પહોંચી ગઈ છે અને તેની એક્ટિંગની ટ્રેનિંગ પણ શરુ થઈ ગઈ છે.
ટ્રેનિંગ પુરી થતાં જ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દેશે. આ વચ્ચે મોનાલિસાની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે અને ફોટોઝમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જેને જોયા બાદ લાગી રહ્યું છે કે તેના પર ગ્લેમરનો રંગ હવે ધીમે ધીમે ચઢવા લાગ્યો છે.SS1MS