સચિન તેંડુલકર બાદ સોનુ સૂદ બન્યો ડીપ ફેકનો શિકાર
મુંબઈ, થોડા સમયમાં એક્ટ્રેસ રશ્મિકા મંદાનાથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સ ડીપ ફેકનો શિકાર બન્યા છે. આ સ્ટાર્સમાં સચિન તેંડુલકર પણ સામેલ હતો. હવે વધુ એક નવો મામલો સામે આવ્યો છે, જે બોલિવુડ એક્ટર સોનુ સૂદ સાથે જોડાયેલો છે. તેના ડીપ ફેક વીડિયો દ્વારા એક પરિવાર પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં વીડિયો કોલ પર વાત કરતા એક પરિવાર પાસે મદદ કરવાની વાત કરવામાં આવી છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે સોનુ સૂદે લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે.
સોનુ સૂદે લખ્યું છે “મારી ફિલ્મ ફતેહ ડીપ ફેક અને ફેક પીપલ એપ્સ સાથે જોડાયેલી વાસ્તવિક સ્ટોરી પર આધારિત છે. આ એક નવી ઘટના છે, જ્યાં કોઈએ સોનુ સૂદ હોવાનો ઢોંગ કરીને એક અજાણ્યા પરિવાર પાસેથી વીડિયો કોલ દ્વારા નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
My film FATEH is inspired by real life incidents involving Deep Fake and fake loan apps.
This is the latest incident where someone tried to extract money from an unsuspecting family, by chatting with them through video call pretending to be Sonu sood.
Many innocent individuals… pic.twitter.com/cXNBsa4nvC— sonu sood (@SonuSood) January 18, 2024
અનેક નિર્દોષ લોકો આ જાળમાં ફસાઈ જાય છે. જો તમને આવા ફોન આવે તો હું દરેકને સાવધાન રહેવા વિનંતી કરું છું. વીડિયોમાં સોનુ સૂદ જેવો નકલી વ્યક્તિ વીડિયો કોલ દ્વારા પરિવાર સાથે વાત કરતો જોવા મળે છે અને કહે છે કે તે વ્યસ્ત હોવાને કારણે તેમની મદદ કરી શક્યો નથી.
જે પરિવારે તેમની સારવાર કરાવવા માટે લોન લીધી હતી, તે લોન પરત કરવા માંગે છે અને મદદ કરવા માંગે છે. આ વીડિયો શેર કરતા સોનુ સૂદે કહ્યું કે આ જાળમાં ફસાશો નહીં અને સાવચેત રહો. આ રીતે નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.SS1MS