Western Times News

Gujarati News

પોલીસનું ચેકીંગ જોતાં જ અપહરણ કરાયેલા યુવકને ચેકપોસ્ટ પાસે છોડીને અપહરણકર્તાઓ ફરાર

અમદાવાદ, અમદાવાદમાં અપહરણ કરાયેલા યુવકનો છૂટકારો થયો છે. બોટાદના ઢસા ચેકપોસ્ટ પાસે છોડીને અપહરણકર્તાઓ ફરાર થઇ ગયા હતા. અમદાવાદના મીત પટેલ નામના યુવાનનું ગઈકાલે રાત્રે બાગબાન સર્કલ પાસેથી ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું. ચેકપોસ્ટ ખાતે પોલીસ હોવાથી આરોપીઓ યુવાનને મૂકી ફરાર થઈ ગયા હતા.

એક કારમાં ચાર જેટલા લોકોએ અપહરણ કર્યું હતું. અમદાવાદમાં રહેતા મીત પ્રકાશભાઈ પટેલ નામના યુવાનનું ગઈકાલે બાગબાન સર્કલ પાસેથી એક સ્કોડા કારમાં ચાર જેટલા વ્યક્તિઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ તેને લઈ ફરાર થઈ ગયા હોય ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ખાતે પોલીસ ચેક પોસ્ટ પાસે સ્કોડા કાર આવતા અને ચેકપોસ્ટ જોઈ જતા ચારેય આરોપીઓ અમદાવાદના અપહૃત યુવકને મૂકીને ગાડી લઈને ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર, અમદાવાદમાં રહેતા મીત પ્રકાશભાઈ પટેલ નામના યુવકે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, અમદાવાદમાં એક કાફે રેસ્ટોરન્ટમાંથી પોતે બહાર નીકળ્યો તે દરમિયાન બાગબાન સર્કલ પાસેથી એક સ્કોડા કારમાં કેટલાક વ્યક્તિઓ આવ્યા હતા. ત્યાર બાદ હું કંઈ પૂછુ તે પહેલા મને કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટયા હતા.

આ દરમિયાન યુવકને માર મારવાની અને લેતીદેતી બાબતની ચર્ચા પણ કરી હોવાનું અને પોતે કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ભોગ બનનાર યુવકે ઢસા પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસે કારનો પીછો કરવા પ્રયત્ન કરતા અજાણ્યા સ્કોડા કાર સવારો નાસી છૂટયા હતા. સમગ્ર ઘટના મુદ્દે ભારે ચકચાર સાથે તર્કવિતર્કો ઉભા થવા પામેલ છે.

ત્યારે ફરિયાદના આધારે તપાસ કાર્યવાહી અને અપહરણકારોની પૂછતાછ બાદ સમગ્ર મામલે તથ્ય બહાર આવશે. બોટાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, ઢસા પોલીસ ચેકપોસ્ટમાં કામગીરી કરતી હતી ત્યારે બ્લુ કલરની સ્કોડા ચેકપોસ્ટથી ૫૦ મીટરના અંતરે એક વ્યક્તિને ઉતારી યુટર્ન મારી જતી રહી હતી. વ્યક્તિ પોલીસ પાસે આવતા જાણવા મળેલ કે આ વ્યક્તિ મીત પટેલનું અપહરણ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.