શાહરૂખ પછી હવે વરૂણ ધવન સાથે ફિલ્મ બનાવશે એટલી

મુંબઈ, સાઉથના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ જવાનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ જેવા સ્ટાર્સ જાેવા મળશે. આ તમામની વચ્ચે એટલીની આવનારી ફિલ્મના પણ સમાચાર સામે આવ્યા છે.
હવે તે એક એક્શન ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે, જેમાં વરૂણ ધવન હીરો હશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, દર્શકોને એવા એક્શન સીન્સ જાેવા મળશે, જે પહેલા ક્યારેય નહીં જાેયા હોય. જવાન ફિલ્મની રિલીઝ પછી એટલી આ ફિલ્મ પર વરૂણ ધવનની સાથે કામ કરવા એકદમ તૈયાર છે. જાેકે, આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ચૂકી છે.
થોડા સમય પહેલા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, વરૂણ ધવને એક એક્શન એન્ટરટેનર માટે એટલી સાથે મળીને કામ કર્યું છે. અત્યારે એટલી શાહરૂખ ખાનની સાથે પોતાની આવનારી ફિલ્મ જવાનની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે અને ફરી એક વાર હવે ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ જશે. તો વરૂણ ધવનની સાથે આવનારી ફિલ્મ પર કામ શરૂ કરશે. વરૂણ ધવને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તારીખની જાહેરાત કરી છે.
અભિનેતાએ લખ્યું હતું કે, વીડી૧૮ ૩૧ મે ૨૦૨૪ થિએટરમાં. જાેકે, એટલી ફક્ત ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. જ્યારે તેનું નિર્દેશન કૈલીઝ કરશે અને આમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ હશે.
જાે આ ફિલ્મમાં અનુષ્કા હોવાની વાત સાચી હશે તો સુઈ ધાગા ફિલ્મ પછી બંને ફરી એકસાથે કામ કરતા જાેવા મળશે. તે ફિલ્મમાં લોકોને તેમની જાેડી ઘણી પસંદ આવી હતી. વરૂણ ધવને રિલીઝ ડેટ સિવાય બીજી કોઈ માહિતી શેર નથી કરી, પરંતુ રિપોર્ટ્સના મતે, ફિલ્મની સ્ટોરીમાં ઇમોશન, ડ્રામા અને એક્શનની ભરમાર છે. અત્યારે એટલી જવાનના પોસ્ટ પ્રોડક્શન પર કામ કરી રહ્યો છે.
ત્યારબાદ વરૂણની ફિલ્મ અંગે કેટલીક વાતો ફાઈનલ કરવામાં આવશે. ફિલ્મ નિર્દેશક એટલી અત્યારે શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ જવાનની તૈયારીમાં છે. આ તમામની વચ્ચે વરૂણ ધવન ઓટીટી પર ડેબ્યૂ કરવા પણ જઈ રહ્યો છે. તે સિટાડેલમાં સાઉથ ફિલ્મ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે જાેવા મળશે. ઉપરાંત તેની પાસે નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનતી ફિલ્મ બવાલ પણ છે.
તેમાં તે જાન્હવી કપૂર સાથે જાેવા મળશે. જ્યારે તેનું પ્રીમિયર પેરિસના એફિલ ટાવરમાં થશે. વરૂણ છેલ્લે ભેડિયા ફિલ્મમાં કૃતિ સેનન, અભિષેક બેનરજી અને દિપક ડોબરિયાલ સાથે જાેવા મળ્યો હતો.SS1MS