દિલ્હી ક્રાઇમમાં શેફાલી શાહ, રસિકા દુગ્ગલ બાદ હુમા કુરેશીની એન્ટ્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/Huma-1024x576.webp)
મુંબઈ, હુમા કુરેશીએ હવે ઓફિશીયલી ‘દિલ્હી ક્રાઇમ’ની ત્રીજી સીઝન માટે કામ શરૂ કરી દીધું છે. જેમાં તે શેફાલી શાહ અને રસિકા દુગ્ગલ સાથે કામ કરતી જોવા મળશે. તેના માટે દિલ્હી એનસીઆરમાં શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ સિરીઝ બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે, જે ૨૦૨૫ની મધ્ય ભાગમાં સ્ટ્રીમ થવાની શરૂ થશે. સિરીઝ સાથે જોડાયેલા સુત્રો દ્વારા આ વખતની સીઝનમાં હ્યુમન ટ્રાફિકિંગ પરની સ્ટોરી જોવા મળશે. તાજેતરમાં એક સૂત્રએ જણાવ્યું હતું કે મેકર્સને દિલ્હીમાં શૂટ કરવું હતું.
શરૂઆતમાં તેમનો વિચાર સપ્ટેમ્બરની શરૂઆતમાં શૂટ શરૂ કરવાનો હતો, પરંતુ તેઓ હુમાની તારીખોની રાહ જોઈ રહ્યાં હતાં. હવે ગ્રેટર નોઈડામાં ૧૦ દિવસ પહેલાં શૂટ શરૂ થઈ ગયું છે, જેમાં હુમા, શેફાલી, રસિકા અને રાજેશ તિલંગ શૂટ કરી રહ્યાં છે. ગ્રેટર નોઇડામાંથી પોલિસ સ્ટેશન, હવેલીઓ અને રસ્તાઓ સહિતના મહત્વના દૃશ્યોનું શૂટ કરવાનું છે. ત્યાર બાદ દિલ્હીના વિવિધ ભાગોમાં તેનું શૂટ થશે.
આ શૂટ બે મહિના ચાલે તેવી શક્યતા છે. આ પહેલાની સિઝનમાં પણ દિલ્હીના ગૌતમ બુદ્ધ નગર પોલિસ સ્ટેશનના દૃશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. ‘દિલ્હી ક્રાઇમ સીઝન ૩’ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ ૨૦૨૫ની મધ્યમાં આવશે. બીજા ભાગમાં હુમા કુરેશી ઉપરાંત પણ કેટલાક કલાકારો નવા જોવા મળશે.SS1MS