શિવસેના અને JDU બાદ હરિયાણામાં JJP સાથે ભાજપનું ગઠબંઠન તૂટે તેવી વકી
NDA ના પક્ષોમાં ભંગાણ થઈ રહ્યુ છે, મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાનું ગઠબંધન તૂટ્યું, પછી બિહારમાં ભાજપ-જેડીયુનું ગઠબંધન તૂટ્યું હવે, હરિયાણામાં પણ ભાજપ- અને અજય ચૌટાલાની પાર્ટી જેજેપી છૂટા પડે તેવી વકી
(એજન્સી)ચંદીગઢ, બિહારમાં નીતીશ કુમારે એનડીએસાથે છેડો ફાડીને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ આરજેડી-કોંગ્રેસ ગઠબંધન સાથે મળીને સરકાર બનાવી છે.
ત્યારે બિહારમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી દળો સતત ભગવા પાર્ટી પર દબાણ બનાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાય છે. તેની અસર હરિયાણામાં પણ જાેવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ભાજપ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે મળીને સરકાર ચલાવી રહી છે. જેજેપીના પ્રદેશ અધ્યક્ષ નિશાન સિંહે વર્ષ ૨૦૨૪માં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને હરિયાણાના આગામી મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે.
નિશાન સિંહે જણાવ્યું હતું કે, ‘સૌ કોઈ આગળ વધવા ઈચ્છે છે અને મને તેમાં કશું ખોટું નથી લાગતું. તથા રાજ્યના દરેક પાર્ટી કાર્યકરો અને યુવાનો ઈચ્છે છે કે દુષ્યંત ચૌટાલા રાજ્યના આગામી મુખ્યમંત્રી બને.’ નિશાન સિંહે તે પહેલા કરનાલ ખાતે રાજ્ય મંત્રી અનૂપ ધાનક સાથે પાર્ટીના નેતાઓની મુલાકાત લીધી હતી
અને તેમને પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જાેકે તેમણે બીજેપી-જેજેપીગઠબંધનમાં પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
જાેકે ધાનકે કહ્યું હતું કે, અંતિમ ર્નિણય પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે સલાહ-ચર્ચા બાદ લેવામાં આવશે. આદમપુર પેટાચૂંટણી અંગે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ તારીખની જાહેરાત બાદ ર્નિણય લેશે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજ્યમાં પોતાની જમીન ગુમાવી ચુકી છે અને તે કેડર બનાવવામાં અસફળ રહી છે.