શ્રીલંકા બાદ હવે પાકિસ્તાન, નેપાળ સહિતના ૧૦ દેશ દેવાળુ ફુંકવાની તૈયારીમાં

નવીદિલ્હી, શ્રીલંકાના ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે અને દેશની બગડતી આર્થિક કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. પરંતુ ટાપુ દેશની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી.
શ્રીલંકા ઈંધણ, દવા અને ખોરાકની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. આ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે પૈસા ખતમ થઈ ગયા છે. શ્રીલંકામાં આર્થિક કટોકટી તેની નાણાકીય વ્યવસ્થાના ગેરવહીવટ સાથે ઘણો સંબંધ ધરાવે છે.
૨૦૧૯ ઇસ્ટર બોમ્બ ધડાકા અને કોવિડ-૧૯ રોગચાળાએ દેશના પ્રવાસન અર્થતંત્રને ફટકો આપ્યો છે, તેણે દેશને નાદાર બનાવી દીધો છે. પરંતુ, શ્રીલંકા વિશ્વનો એકમાત્ર દેશ નથી જે નાદાર થઈ ગયો છે, પરંતુ આગામી કેટલાક મહિનામાં બીજા ઘણા દેશો નાદાર થઈ શકે છે.
પાકિસ્તાન પાડોશી દેશ પાકિસ્તાનમાં બધુ બરાબર નથી. ગયા અઠવાડિયે, પાકિસ્તાને તેના લોન પ્રોગ્રામને ફરીથી શરૂ કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન ગયા વર્ષથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
શ્રીલંકાની જેમ પાકિસ્તાન પણ ચીનનું જંગી દેવું અને રોકાણમાં ઋણી છે. જ્યારે શ્રીલંકા ચુકવણીમાં નિષ્ફળ રહ્યું છે અને તે પહેલાથી જ ખરાબ દેવાની જાળમાં છે.
ચીને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હેઠળ પાકિસ્તાનમાં ભારે રોકાણ કર્યું છે અને ચીનની લોન લેવામાં પાકિસ્તાન બીજા ક્રમે છે. પાકિસ્તાને તેના કેટલાક મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ ચીની કંપનીઓને લીઝ પર આપ્યા છે, જેના કારણે તેમને વધુ દેવું લેવાની ફરજ પડી છે.
નેપાળ પણ ખરાબ રીતે આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે અને નેપાળ પાસેનો વિદેશી હૂંડિયામણનો ભંડાર પણ ખતમ થવા જઈ રહ્યો છે અને નેપાળ પણ વિદેશી દેવું ચૂકવવામાં નિષ્ફળ જઈ શકે છે. નેપાળનો વાર્ષિક છૂટક ફુગાવો જૂનમાં વધીને ૮.૫૬ ટકા થયો હતો, જે છ વર્ષમાં સૌથી વધુ છે, કારણ કે નેપાળમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો હતો અને ખાદ્ય અને ઇંધણના ભાવમાં વધારો થયો હતો.
છેલ્લા કેટલાક મહિનામાં આયાતમાં થયેલા વધારાથી નેપાળના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. નેપાળના કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં દેશનું કુલ આયાત બિલ વધીને ૧.૭૬ ટ્રિલિયન થઈ ગયું છે.
ઇજિપ્તની કુલ જીડીપીના ૯૫ ટકા દેવું છે અને આ વર્ષે ઇજિપ્તના માર્કેટમાંથી ઇં૧૧ બિલિયન દેશ બહાર ગયા છે. ફંડ મેનેજમેન્ટ કંપની એફઆઇએમ પાર્ટનર્સ અનુસાર, ઇજિપ્ત આગામી પાંચ વર્ષમાં હાર્ડ ચલણના ઋણમાં ઇં૧૦૦ બિલિયન ચૂકવશે તેવી અપેક્ષા છે, જેમાં ૨૦૨૪માં ઇં૩.૩ બિલિયનના મોટા બોન્ડનો સમાવેશ થાય છે.
ઇજિપ્તની સરકારે અફવાઓને નકારી કાઢી હતી કે દેશમાં ચાલુ વૈશ્વિક ખાદ્ય સંકટને કારણે ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ઇજિપ્ત પહેલેથી જ આઇએમએફ તરફથી તેના દેવાના ક્વોટાને વટાવી ચૂક્યું છે. આજેર્ન્ટિનાની અર્થવ્યવસ્થા પણ કટોકટી તરફ આગળ વધી રહી છે. આ વર્ષે મે મહિનામાં આજેર્ન્ટિનામાં ફુગાવાનો દર ૫૮ ટકા રહ્યો હતો.
સમગ્ર વિશ્વમાં જ્યારે ફુગાવો વધી રહ્યો છે ત્યારે આજેર્ન્ટિનાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને વર્ષના અંત સુધીમાં સ્થાનિક ફુગાવો વધીને ૭૦ ટકા થવાની ધારણા છે, જેનો અર્થ છે કે આજેર્ન્ટિનાની અર્થવ્યવસ્થા કોઈપણ સમયે પડી ભાંગી શકે છે.
નાઈજીરિયાને ૨૦૨૧ના ડેટાના આધારે સૌથી ખરાબ ફુગાવાના દર સાથે વિશ્વના ટોચના ૧૦ દેશોમાં સૂચિબદ્ધ કર્યું છે. તે ૧૬.૯૫ ટકાના વાર્ષિક ફુગાવાના દર સાથે યાદીમાં આઠમા ક્રમે છે.
નાઇજીરિયાના અર્થતંત્રને પતનની અણી પર ધકેલી રહી છે. કરિયાણા, પીણા અને પ્રાવધાનોની કિંમતો ગયા વર્ષની સરખામણીએ બમણાથી વધુ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે નાઈજીરિયાની સ્થિતિ શ્રીલંકા કરતા પણ વધુ ખતરનાક બની શકે છે.
કેન્યા મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ અન્ય આફ્રિકન દેશ કેન્યા પણ કોઈપણ સમયે આર્થિક સંકટમાં ફસાઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્યાનું ચલણ ઘણું ઘટી ગયું છે અને દેશ પાસેનો વિદેશી મુદ્રા ભંડાર પણ ખતમ થવાનો છે.
મૂડીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને વરિષ્ઠ વિશ્લેષક ડેવિડ રોગોવિચના જણાવ્યા અનુસાર, વિદેશી મુદ્રા ભંડારની સરખામણીમાં દેશ પર ઘણું દેવું છે અને નબળા નાણાકીય વ્યવસ્થાપન કેન્યાને ગમે ત્યારે ખતરનાક સ્થિતિમાં મૂકી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્યાએ તેની આવકના લગભગ ૩૦ ટકા વ્યાજના ચૂકવવાના બાકી છે.
વૈશ્વિક ધિરાણ બજારોમાં કેન્યાની ઍક્સેસ હવે બંધ થઈ ગઈ છે અને કેન્યાએ ૨૦૨૪ સુધીમાં વિદેશી દેવું ચૂકવવાનું છે, પરંતુ તમામ સંભાવનાઓમાં કેન્યા તેનું દેવું ચૂકવવા માટે સમર્થ હશે નહીં. આ ઉપરાંત ઇથોપિયાની સ્થિતિ ગંભીર છે.HS1MS