ધો.10 અને ધો.12 પછી કારકિર્દીનો પંથ પસંદ કરવા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે આ વિશેષાંક

કારકિર્દીના પંથે (ડિજિટલ વિશેષાંક) 2025-અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સતત ત્રીજા વર્ષે ‘કારકિર્દીના પંથે – 2025‘ ડિજિટલ વિશેષાંકનું વિમોચન કરાયું
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર) દ્વારા સતત ત્રીજા વર્ષે ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી વિષયક ડિજિટલ અંક તૈયાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિત ચૌધરી અને તેમની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે ‘કારકિર્દીના પંથે ડિજિટલ વિશેષાંક 2025’ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વિમોચન કરવામાં આવ્યું છે.
આજના સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મૂંઝવતો પ્રશ્ન છે – કારકિર્દી. તાજેતરમાં ધોરણ ૧૦ અને ૧૨નાં પરિણામો આવી ગયાં છે, ત્યારે આ ડિજિટલ વિશેષાંક તમામ વિદ્યાર્થીમિત્રો અને વાલીગણને કારકિર્દી વિષયક માહિતી પ્રાપ્ત કરવામાં ઉપયોગી બની રહેશે.
આ ડિજિટલ વિશેષાંક આપેલા ચિત્રમાંના ક્યુઆર કોડને સ્કેન કરીને આસાનીથી ડાઉનલોડ કરી શકાય છે. આ ડિજિટલ વિશેષાંકમાં ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દી માટેના વિવિધ વિકલ્પોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
‘કારકિર્દીના પંથે ડિજિટલ વિશેષાંક 2025’માં કારકિર્દીને લગતી વિસ્તૃત માહિતી યુવાનો માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.