Western Times News

Gujarati News

સુરત બાદ અમદાવાદમાં પણ આંખના વાયરસની બીમારી વકરી

(એજન્સી)અમદાવાદ, સુરત બાદ હવે અમદાવાદમાં પણ આંખો સંબંધિત ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના કેસો નોંધાયા છે. આંખોમાં જાેવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સોમવારે એટલે કે ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આંખો આવવાના ૯૦ કેસ નોંધાયા છે. ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ને લઈ આંખના સર્જન ડૉ.સ્વાતિ રવાનીએ જણાવ્યું કે, આ વયારસના લક્ષણોની વાત કરવામાં આવે તો આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી પડવું, ખંજવાળ આવવી તેના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

એકબીજા સાથે હાથ ન મિલાવવો, ટોળામાં ન ફરવુ તેમણે વધુમાં કહ્યું કે, ડૉક્ટરને બતાવીને પછી જ દવા લેવી. વધુમાં ઉમેર્યું કે, આ તકલીફ પાંચથી સાત દિવસમાં જાતે જ ઓછી થઈ જાય છે.

‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જાેઈએ.

આંખોમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.

વધુમાં પરીવારના કોઈ સભ્યને કનઝંક્ટીવાઈટીસની અસર થઈ હોય તો તેને પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજાે અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.