કોરોના કાળ બાદ દિલ્હીની મહિલાઓમાં વધી દારૂ પીવાની લત, સર્વેમાં સામે આવ્યું

નવીદિલ્હી, મહિલાઓ પર ગમ ભુલાવવા માટે દારૂ પીવે છે અને ધીમે-ધીમે આ તેની આદત બની જાય છે. એક સર્વેના રિપોર્ટ પર વિશ્વાસ કરો તો કોરોના કાળ બાદ દિલ્હીની મહિલાઓમાં દારૂ પીવાની લત વધી ગઈ છે. તેમની આ આદતમાં વધારો છેલ્લા ત્રણ વર્ષમાં થયો છે.
એનજીઓએ પોતાના સર્વેનું પરિણામ જાહેર કર્યું હતું. તે પ્રમાણે ૧૮થી ૬૮ વર્ષની મહિલાઓ પહેલાના પ્રમાણમાં વધુ દારૂની પસંદગી કરી છે. એનજીઓ પ્રમાણે આ સર્વે દિલ્હી એનસીઆરની ૫ હજાર મહિલાઓ પર કરવામાં આવ્યો. તેમાં ઉંમર વર્ગ પ્રમાણે આ મહિલાઓ સામેલ હતી.
આ સર્વે ઓગસ્ટથી ઓક્ટોબર ૨૦૨૨ વચ્ચે કરવામાં આવ્યો હતો. આ ૫ હજાર મહિલાઓમાંથી ૮૯ ટકા એટલે કે ૪૪૮૦ મહિલાઓ ખુદ કમાતી હતી. ખાસ વાત છે કે સર્વેમાં ૩૭ ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તેની દારૂ પીવાની ટેવ પહેલા કરતા વધી ગઈ છે. આ મહિલાઓમાં એક મોટો વર્ગ એવો હતો કે જેને નાના બાળકો હતા કે તેનો પગાર સારો હતો અથવા તે ડિપ્રેશન કે એન્ઝાયટીની સમસ્યાથી પીડાતી હતી.
– ૪૫ ટકા કેસમાં તણાવ દારૂ પીવાનું કારણ રહ્યો – ૩૪ ટકા મહિલાઓનું માનવું હતું કે કોરોના કાળમાંથી બહાર આવ્યા બાદ એવી તક આવી જ્યારે ઉજવણી કરવા કે બે વર્ષનો ગમ કાઢવા માટે દારૂ પીધો. – ૩૦ ટકા કેસમાં મહિલાઓએ નિરાશા દૂર કરવા માટે દારૂનો સહારો લીધો.
ઘણી મહિલાઓએ તે પણ સ્વીકાર્યું કે સોશિયલ સિસ્ટમમાં ફિટ થવા માટે દારૂ પીધો. તેમણે કહ્યું કે દારૂની સરળ ઉપલબ્ધતા, મોડી બ્રાન્ડના સ્ટોર જ્યાંથી દારૂ લેવો સરળ હોય, હોમ ડિલિવરી જેવા ફેરફારોને કારણે તેના સેવનનું પ્રમાણ વધી ગયું. સર્વે પ્રમાણે ૩૮ ટકા મહિલાઓ સપ્તાહમાં બે વખત દારૂ પી રહી હતી. તો ૨૭ ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તે સપ્તાહમાં એકવાર દારૂનું સેવન કરે છે.
જ્યારે ૧૯ ટકા મહિલાઓ એવી છે જે સપ્તાહમાં ચાર કરતા વધુ વખત તેનું સેવન કરે છે. ૩૬.૭% મહિલાઓ પ્રમાણે તે એક કે બે ડ્રિંક્સ લે છે. ૩૪ ટકા પ્રમાણે તે ત્રણ કે ચાર ડ્રિંક્સ પણ લે છે. જ્યારે ૨૮ ટકા મહિલાઓ ચારથી વધુ ડ્રિંક્સ લઈ રહી હતી. ૩૩ ટકા મહિલાઓ ઘરે યોજાતી પાર્ટીમાં તો ૩૨ ટકા મહિલાઓ બાર અને પબમાં દારૂનું સેવન કરી રહી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે મહિલાઓ માટે સપ્તાહમાં કુલ ૮-૧૦થી વધુ ડ્રિંક્સ લેવા નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે એક સેશનમાં મહિલાઓએ બે ડ્રિંક્સ પર રોકાઈ જવું જાેઈએ. છતાં સરકારના અંદાજ પ્રમાણે મહિલાઓમાં આલ્કોહોલનો ઉપયોગ આગામી ૫ વર્ષમાં ૨૫ ટકા સુધી વધવાનું અનુમાન છે.
પરંતુ સર્વે પ્રમાણે મહિલાઓમાં એક વારમાં ૪ કે તેનાથી વધુ ડ્રિંક્સ લેવાની આદતને BINGE DRINKING માનવામાં આવે છે અને જાે તેને સુધારવામાં ન આવે તો આ મહિલાઓ પ્રોબ્લેમ ડ્રિંકર બની જાય છે. એટલે કે તેને દારૂ પીવાની લત લાગી જાય છે. ૬૨% મહિલાઓએ સ્વીકાર કર્યો કે તેનો દારૂનો ખર્ચ પહેલા કરતા વધુ ગયો છે.HS1MS