Western Times News

Gujarati News

પોતાના બળદના મૃત્યુ બાદ કરી ઉત્તરક્રિયા સહિતની તમામ વિધિ

જુનાગઢ, વાચા વિનાના પ્રાણીઓ માણસની લાગણીને સરળતાથી સમજી જાય છે. જેથી તે માણસના મિત્રો બની જાય છે. આ મિત્રતા તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી નીભાવે છે. જૂનાગઢના વિસાવદરમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. વિસાવદરના એક ખેડૂતને પોતાનો બળદ ખૂબ પ્રિય હતો. આ બળદ છેલ્લા ૨૨ વર્ષથી તે ખેડૂતને ખેતીકામમાં મદદરૂપ થતો હતો.

જેથી ખેડૂત અને બળદ વચ્ચે લાગણીનો અનોખો સંબંધ બંધાઈ ગયો હતો. જેથી બળદનું મૃત્યુ થતા ખેડૂતે તેના અંતિમ સંસ્કાર સહિતની તમામ વિધિ કરી છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના નવાણીયા ગામમાં રહેતા સંજયભાઈ હીરપરા ખેતીના વ્યવસાય સાથે જાેડાયેલા છે. પોતાની ૧૨ વીઘા જમીનમાં તેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની પાસે ૧૨થી વધુ પશુઓ છે. દરેક પશુનું તેઓ પરિવારના સભ્યની જેમ જતન કરે છે. આ પશુ પૈકી તેમની પાસે એક બળદ પણ હતો. જે છેલ્લા ૨૨ વર્ષથી તેઓને ખેતીમાં સાથ આપી રહ્યો હતો.

આ બળદને સંજયભાઈએ કુટુંબના સભ્યની જેમ ઉછેર્યો હતો. તેથી બળદનું અવસાન થતાં સંજયભાઈએ તેનો પરિવારના સભ્યની માફક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કારની વિધિ કરી તેને સમાધિ આપ્યા બાદ ઉત્તરક્રિયા સહિતની તમામ ક્રિયા કરી હતી. કોઈપણ પરિવારમાં પરિવારજનનું મૃત્યુ થયા બાદ ૧૨ દિવસ બાદ ઉત્તરક્રિયા કરવામાં આવે છે.

સંજયભાઈ પોતાના દરેક પશુને પરિવારનું સભ્ય ગણતા હતા. જ્યારે મૃત બળદ છેલ્લા ૨૨ વર્ષથી ખેતીમાં તેમની મદદ કરતો હતો. તેથી એક માલિક અને ઘરના પરિવારના સભ્ય તરીકેનું ઋણ ચૂકવવા સંજયભાઇએ પોતાના બળદના મૃત્યુ બાદ વૈદિક પરંપરા મુજબ બળદની ઉત્તરક્રિયા કરી હતી. જેમાં તેમણે ૧૦૦૮ વખત અગ્નિહોત્ર વિધિ કરી અગ્નિમાં આહુતિ આપી હતી.

આ પ્રસંગે સંજયભાઈ હીરપરાએ લોકલ૧૮ને જણાવ્યું હતું કે, નું માનવું છે જ્યારે ખેડૂત ખેતી કરતો હોય ત્યારે ખેતીમાં બળદ ખેડૂતનું સર્વસ્વ છે. હું મારા પરિવારના સભ્યોની જેમ મારા દરેક પશુઓનું જતન કરું છું. કારણ કે તે પશુઓ થકી મારા પરિવારનું ગુજરાન ચાલે છે. તેથી અત્યારે મારી પાસે ૧૦ થી વધુ પશુઓ છે. હું આ પશુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમ તેઓનું લાલનપાલન કરૂ છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.