પુત્રના મોત બાદ ૯ વ્યાજખોરોએ 71 લાખની ઉઘરાણી કરી

પ્રતિકાત્મક
૯ વ્યાજખોરો સામે મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ-વૃદ્ધ દંપતિને હેરાન કરતાં આખરે પોલીસમાં ફરિયાદ કરી
વાવ, વાવ તાલુકાના ભાટવર વાસ ગામના એક આધેડ દંપત્તિના પુત્રએ ર૦ એપ્રિલ ર૦ર૩ના રોજ અગમ્ય કારણોસર પોતાના જ ઘરે પંખે લટકી આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યું હતું
ત્યારબાદ થોડા સમય બાદ ગામના જ અલગ-અલગ નવ શખ્સો અવાર-નવાર ઘરે આવી આધેડ દંપત્તિને મૃતક તમારા દીકરાએ અમારી પાસેથી પૈસા લઈ ગયેલ છે તે વ્યાજ સહિત આપવા પડશે તેવી અવાર-નવાર ઘરે આવી ધાકધમકી આપતા આખરે મહિલાએ ગામના જ નવ શખ્સો સામે ૭૧.પ૦ લાખની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત એવી છે કે, વાવ તાલુકાના ભાટવરવાસ ગામના એક વૃદ્ધ દંપતિના પુત્ર રામેશ્વર તા.ર૦.૪.ર૦ર૩ના રોજ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જાેકે થોડા સમય બાદ ગામના જ નવ જેટલા શખ્સો અવાર-નવાર રાજાભાઈ ગોરધનભાઈ બ્રાહ્મણને પોતાના ઘરે આવી
તમારા દીકરા રામેશ્વરે અમારી પાસેથી મૃતક પહેલા પૈસા લઈ ગયેલ છે તે પૈસા આપ્યા નહીં વ્યાજ સહિત નવ શખ્સો કુલ ૭૧.પ૦ લાખ સાથે ર૦ થી ૩૦ ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અને ઘરે આવી ધાક-ધમકીઓ આપતા ગામમાં રહેવું હશે તો પૈસા આપવા પડશે
તેવી ધમકીઓ આપતા આખરે રાજારામ ગોરધન બ્રાહ્મણના પત્નીએ ગામના જ નવ શખ્સો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાવ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.