Western Times News

Gujarati News

સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારત ટેસ્ટ રેન્કિંગમાં પાંચમા સ્થાને

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ૩૨ રને હરાવી હતી ૨ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી. આ ટેસ્ટ મેચ પહેલા ભારત ડબલ્યુટીસીપોઈન્ટ ટેબલમાં નંબર વન પર હતું. આ હાર પછી ટીમ ઈન્ડિયા આઈસીસીવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૫ પોઈન્ટ ટેબલમાં ૫માં સ્થાને પહોંચી ગઈ છે. જયારે સાઉથ આફ્રિકાની ટીમ ૮મા સ્થાનેથી નંબર વન પર પહોંચી ગઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમે ડબલ્યુટીસીમાં અત્યાર સુધીમાં ૩ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે એક ટેસ્ટ જીતી છે, એક ટેસ્ટ હારી છે અને એક ટેસ્ટ ડ્રો થઈ છે.

સાઉથ આફ્રિકાએ એક ટેસ્ટ મેચ રમી અને તે જીતી. સાઉથ આફ્રિકાની ટીમ નંબર વન પર છે જ્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બીજા નંબરે છે. પાકિસ્તાને ૩માંથી ૨ ટેસ્ટ જીતી છે જ્યારે એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાને છે. કિવી ટીમે ૨ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે એક જીતી છે અને બીજી હારી છે.

બાંગ્લાદેશની ટીમે બેમાંથી એક ટેસ્ટ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશથી નીચે પાંચમા સ્થાન પર છે.

આ પછી ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા આવે છે. આઈસીસીટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ, ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં મહત્તમ ૬ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ૩ મેચમાં જીત, ૨ મેચમાં હાર અને એક ટેસ્ટ ડ્રો રહી છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.