હરણી દુર્ઘટના બાદ કોર્પોરેશને હરણી મોટનાથ તળાવ લેક વ્યુ સીલ કરી દીધું
વડોદરા, હરણી મોટનાથ તળાવમાં ગઈકાલે કુલ ૧૭ બાળક-શિક્ષકના મોત નીપજ્યા બાદ વડોદરા કોર્પોરેશન નું તંત્ર એક્શન માં આવ્યું છે અનેવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે હરણી મોટનાથ તળાવ લેક વ્યુ ને સીલ મારવામાં આવ્યું હતું અને સ્થળ પર કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી જાહેર નોટિસ લગાડવામાં આવી હતી.
ગઈકાલે હોડી દુર્ઘટના માં ૧૪ બાળકોના મોત થયા બાદ પોલીસ અને કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવ્યું હતું ગઈકાલે મોડી રાત્રે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ દ્વારા કોઠીયા પ્રોજેક્ટના ૧૮ ભાગીદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આજે વડોદરા કોર્પોરેશન દ્વારા લીક વ્યુ મુઠના તળાવને સીલ મારી દેવામાં આવ્યું હતું.
તળાવના સ્થળે વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ જાહેર નોટીસ લગાવી પ્રવેશ બંધી કર્યાનું જણાવ્યું છે. દિલીપ રાણાએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, હરણી મોટનાથ તળાવની માલિકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, અને તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેરમાં ફોજદારી ગુના અંગે એફઆઈઆરથી ઈ.પી.કો. કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબનો ગુન્હો મેસર્સ કોટીયા પ્રોજેક્ટ તથા તેના ભાગીદારો, કર્મચારીઓ, માલીકો વિગેરે વિરુધ્ધ દાખલ થયેલ છે, તેમા ૧૪ જેટલા માનવજીવોનું મરણ થયેલ છે.
જેમાં ૧૨ જેટલા બાળકો અને ૨ પુખ્તવયના શિક્ષિકાઓ મરણ ગયેલ છે અને આ અંગેની તપાસ ચાલુ હોઈ બીજાે હુકમ ન થાય ત્યાં સુધી મેસર્સ કોટીયા પ્રોજેક્ટના માણસોએ, કર્માચારીઓ, ભાડુઆતો તથા અન્ય કોઇપણ અનધિકૃત વ્યક્તીઓ, ત્રાહીત વ્યકતીઓએ મિલકતમાં પ્રવેશ કરવો નહી, અન્યથા ગેરકાયદેસર પ્રવેશ (ટ્રેસપાસીંગ) અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે આ મિલકતને સીલ કરવા હુકમ કરવામાં આવે છે. SS2SS