અમદાવાદમાં હોસ્પિટલ બાદ કોમ્યુનિટી હોલ પણ રોકાણ માટે ફૂલ
અમદાવાદ, શહેરમાં અત્યારે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી હોવાથી ક્રિકેટ ફેન્સ દેશ વિદેશથી આવી રહ્યા છે. તેવામાં હોટેલના એક નાઈટનાં પ્રાઈઝ લાખ રૂપિયાને પાર કરી ગયા હોવા છતા રૂમ ફૂલ છે. ક્રિકેટ ફેન્સ દેશ વિદેશથી આવી રહ્યા છે અને અમદાવાદમાં હોસ્પિટલ્સથી લઈ કોમ્યુનિટી હોલ પણ પેક જઈ રહ્યા છે.
વર્લ્ડ કપ મેચ માટે અત્યારે ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. તેવામાં લોકો હવે અતિથિ ગૃહ અને વાડીઓ તથા કોમ્યુનિટી હોલ છે તેને પણ ફુલ બૂક કરાવી દેતા હોય છે. લગ્નની સિઝનમાં અમદાવાદમાં એક ઝાટકે જેટલા રૂમ બૂક નથી થતા તેટલા તો અહીં વર્લ્ડ કપ મેચના એક-૨ દિવસમાં થવા લાગ્યા છે.
વર્લ્ડ કપ દરમિયાન રોજિંદા રહેવા માટે ૨૨ રૂમ અલોટેડ રાખ્યા છે. “આનો રૂમ ટેરિફ સિંગલ ઓક્યુપન્સી માટે રૂ. ૧,૫૦૦ સુધી છે. અમે પૂછપરછ મેળવવાનું શરૂ કર્યું છે, પરંતુ અમે કોલ કરનારાઓને એક અઠવાડિયા અગાઉ બુકિંગ કન્ફર્મ કરવા માટે કહ્યું છે, બીજી બાજુ જ્યારે શહેર-આધારિત હોટેલ્સ અને હોમસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલાના અને પછીના દિવસો માટે બૂક છે.
તેવામાં હવે ક્રિકેટ ફેન્સ રહેવા માટેનું સ્થળ શોધી રહ્યા છે ત્યારે કોમ્યુનિટી હોલ અને હોસ્પિટલોનું બુકિંગ પણ જાેરશોરથી શરૂ કરાયું છે. ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન, ગુજરાતના અનુમાનિત ડેટા દર્શાવે છે કે સ્પેશિયલ મેચ માટે અમદાવાદમાં લગભગ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકો આવવાની ધારણા છે. તેમાં સ્પોન્સર્સ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સભ્યો, મીડિયા પર્સન, ટીમો અને અન્ય VVIPs ઉપરાંત ભારત અને વિદેશના ક્રિકેટ ફેન્સનો પણ સમાવેશ થાય છે.
શહેરમાં એક હોસ્પિટલ ધરાવતી ચેઇને પુષ્ટિ કરી છે કે તે વિશ્વ કપ માટે લોકપ્રિય બુકિંગ સાઇટ્સ પર – દર્દીઓના સંબંધીઓ માટે – ૮૦ રૂમની સૂચિ બનાવશે. “જાેકે આ સમયે રૂમ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવશે. આમાંથી જે કમાણી થશે તે રકમ ગરીબોની સારવારમાં વાપરવામાં આવશે. અત્યારે બસ ઔપચારિકતાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સમુદાયના સભ્યો દ્વારા કેટલાક કોમ્યુનિટી હોલ પણ બુક કરવામાં આવ્યા છે.
ઓસ્વાલ ભવનમાં, એડમિનિસ્ટ્રેટર માણેકચંદ જૈને જણાવ્યું હતું કે ક્રિકેટ મેચો માટે સમુદાયના સભ્યો દ્વારા તમામ ૨૦ રૂમ બુક કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ, ફાઇવ-સ્ટાર હોટલોમાં ૧૩-૧૫ ઓક્ટોબર સુધી બેઝ કેટેગરીના રૂમ એક નાઈટ દીઠ રૂ. ૮૦,૦૦૦ જેટલા ઊંચા ભાવે ઉપલબ્ધ છે. “ફાઇવ-સ્ટાર હોટલના મોટાભાગના રૂમ બુક છે. નરેન્દ્ર સોમાણી કે જે FHRAના પ્રમુખ છે તેમણે જણાવ્યું હતું કે બજેટવાળી હોટલમાં પણ રૂમ નોંધપાત્ર રીતે વધુ કિંમતે ઉપલબ્ધ છે.
તેથી, ઘણા લોકો મહેમાનોને રહેવા માટે હોમ સ્ટે તેમજ અન્ય વ્યવસ્થા કરી રહ્યા છે. આ વિશ્વકપમાં ઘણા NRIs પણ ભારતમાં આવી શકે છે. એપોલો હોસ્પિટલ્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના એક દિવસીય હેલ્થ ચેકઅપ પેકેજમાં ૨૨ ટેકર્સ મળ્યા છે જેઓ ૧૪ ઓક્ટોબરે, ભારત-પાકિસ્તાનની મોટી-ટિકિટ મેચના દિવસે એક રાત માટે અહીં રોકાશે.
અપોલો હોસ્પિટલના COO નીરજ લાલે જણાવ્યું હતું કે આ દર્દીઓ મોટાભાગે યુકે અને કેન્યાના છે. “આ પેકેજ દર્દી અને કેરટેકરને રૂમમાં રહેવાની મંજૂરી આપે છે. આ દરમિયાન તેમનું હેલ્થ ચેકઅપ પણ થશે અને ૨ સમયનું ભોજન પણ મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સૌથી નજીક આવી હોવાથી આ પેકેજનું ધૂમ વેચાણ થયું હોય એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.SS1MS