Western Times News

Gujarati News

મર્જર પછી HDFC વિશ્વની ચોથા નંબરની બેન્ક બની જશે

એચડીએફસી બેંક-હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પનું મર્જર, 

ભારતની સૌથી મોટી બેંકોમાં સામેલ SBI અને ICICI બેન્ક પણ માર્કેટ કેપિટલ મામલે HDFC થી પાછળ થઈ જશે

(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસી બેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (એચડીએફસી) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેન્કોમાં સામેલ થઈ જશે. આવું પહેલીવાર બનશે. After the merger, HDFC will become the fourth largest bank in the world

આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેન્કો સામે એક નવો હરીફ બજારમાં આવશે જે ટોચના સ્થાનની નજીક પહોંચી હશે. ૧ જુલાઈથી એચડીએફસીબેન્ક અને એચડીએફસીવચ્ચે મર્જર અમલમાં આવશે. એચડીએફસી બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પના મર્જરની સાથે જ વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે.

જે જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે હશે. આ બેન્કની વેલ્યૂ ૧૭૨ બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે. આ બંને જાયન્ટસ વચ્ચે ૧ જુલાઈથી મર્જર અમલી બનશે અને તેની સાથે ૧૨૦ મિલિયન કસ્ટમર ધરાવતી નવી એચડીએફસીબેન્ક અસ્તિત્વમાં આવશે.

આ કસ્ટમરની સંખ્યા જર્મનીની વસતી કરતાં પણ વધુ હશે. તેની સાથે બેંકની શાખાઓની સંખ્યા ૮૩૦૦ને વટાવી જશે અને તેના કર્મચારીઓની સંખ્યા પણ ૧૭૭૦૦૦ને સ્પર્શી જશે. આ મર્જરની સાથે જ ભારતની સૌથી મોટી બેંકોમાં સામેલ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈબેન્ક પણ માર્કેટ કેપિટલ મામલે એચડીએફસીથી પાછળ થઈ જશે.

હાલમાં એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈની માર્કેટ કેપઅનુક્રમે ૬૨ બિલિયન અને ૭૯ બિલિયન ડૉલરની આજુબાજુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.