Western Times News

Gujarati News

ટામેટાના ભાવ બાદ મસાલાના ભાવ લગભગ બમણાં થઈ ગયા

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં ટામેટા ઉપરાંત અન્ય શાકભાજીની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. ટામેટાના ભાવ ૧૫૦-૧૬૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. દરમિયાન મોંઘવારીમાં ‘આટા ગીલા’ જેવી કહેવત સાચી સાબિત થતી જાેવા મળી રહી છે

કેમ કે હવે ભારતીય રસોડાના સૌથી મહત્વના ભાગ મસાલાના ભાવ પણ ખૂબ જ વધી રહ્યા છે. ભારતીય રસોડાની શાન ગણાતા મસાલા જે ભોજનમાં સ્વાદ ઉમેરે છે, તે હવે મોંઘવારીનો ઝટકો સામાન્ય માણસને આપી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર મુંબઈના મસાલા બજારમાં અચાનક મસાલાના ભાવમાં જાેરદાર વધારો જાેવા મળી રહ્યો છે અને ગત ૧૫ દિવસોમાં જ કિંમતોમાં જાેરદાર વધારો થયો છે. મસાલાના ભાવ જાેતા ખબર પડે છે કે ઘણા મસાલાના ભાવ લગભગ બમણા થઈ ચૂક્યા છે.

કાશ્મીરી મરચુ જે પહેલા ૩૦૦-૫૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે હતુ તે હવે ૫૦૦-૭૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યુ છે. જીરૂં અત્યારે માર્કેટમાં ૮૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યુ છે અને આના હોલસેલ માર્કેટના રેટ ૫૫૦-૬૮૦ રૂપિયા પ્રતિ કિલો પર જઈ પહોંચ્યા છે.

ગરમ મસાલા જે ભોજનના સ્વાદને વધારે છે તેના ભાવમાં તો ૭૨-૮૦ ટકાનો વધારો આ વર્ષે થઈ ચૂક્યો છે. હળદરના ભાવ પણ સતત વધી રહ્યા છે અને આ મુખ્યરીતે આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપીમાં ઉછાળા સાથે જનતાને મળી રહ્યા છે.

અત્યારે દેશમાં ચોમાસાની સીઝન તો ચાલી રહી છે પરંતુ આ વર્ષે અલ નીનો યર રહેવાનું અનુમાન વર્તાઈ રહ્યુ છે જેના કારણે ઘણા પ્રકારના પાક પર નકારાત્મક અસર પડશે. મસાલાની મોંઘવારીની પાછળ આ વખતે ઓછી વાવણી અને ઓછુ ઉત્પાદનનું કારણ ગણાવાઈ રહ્યુ છે. જાેકે દેશમાં મસાલાને લઈને ધીમે-ધીમે ભાવ વધવાના સમાચાર પહેલા પણ આવ્યા છે પરંતુ અત્યારે અચાનકથી ભાવોમાં આવો ઉછાળો આવ્યો એ ચોંકાવનારુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.