દબંગ રિલીઝ થયા બાદ અરબાઝ સાથે બગડ્યા હતા મલાઈકાના સંબંધો

મુંબઈ, મલાઈકા અરોરા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની તેવી એક્ટ્રેસિસમાંથી એક છે જે હંમેશા તેની પર્સનલ લાઈફ માટે ચર્ચમાં રહે છે. પહેલા અરબાઝ ખાન સાથે ડિવોર્સ અને ત્યારબાદ આશરે ૧૨ વર્ષ નાના અર્જુન કપૂર સાથે ડેટિંગ. તે હાલ તેના શો મૂવિંગ ઈન વિશ મલાઈકાને લઈને લાઈમલાઈટમાં છે.
રિયાલિટી શોના પહેલા એપિસોડમાં કોરિયોગ્રાફર ફ્રેન્ડ ફરાહ ખાન સાથે વાતચીત કરતાં તેણે તેના અંગત જીવનના કેટલાક પાસા ખોલ્યા હતા અને પૂર્વ પતિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું ‘મેં ખૂબ વહેલા લગ્ન કરી લીધા હતા. હું લગ્ન કરવા માગતી હતી કારણ કે હું ઘર બહાર જવા ઈચ્છતી હતી.
તું માનીશ નહીં ફરાહ પરંતુ મેં જ પ્રપોઝ કર્યું હતું’. તેના પર ફરાહે કહ્યું હતું ‘શું? આ કંઈક નવું છે જેના વિશે કોઈ જાણતું નથી. તેઓ કેવી રીતે સેપરેટ થયા તેને યાદ કરતાં એક્ટ્રેસે કહ્યું હતું ‘અમે વહી ગયા હતા અમે ઘણા યુવાન હતા. મને લાગે છે કે હું પણ બદલાઈ ગઈ હતી.
મને જીવનમાં કંઈક અલગ જાેઈતું હતું. મને મારામાં કંઈક ખૂટતું જણાતું હતું અને મારે આગળ વધવાની જરૂર હતી. મને લાગ્યું હતું કે, જાે હું આ રિલેશનશિપને છોડી દઉ તો તે કરી શકવાનો એકમાત્ર રસ્તો છે. મને લાગે છે કે આજે અમે સારા લોકો છે. અમે એકબીજાને પ્રેમ અને આદર કરીએ છીએ. અમારું એક બાળક છે. તેથી, તે કંઈક છે જે ક્યારેય બદલાશે નહીં. પરંતુ મને લાગે છે કે અમે ચીડચીડિયા લોકો હતા.
અમને ગુસ્સો આવતો હતો’. તેના પર ફરાહે ઉમેર્યું હતું ‘અંત સુધી. દબંગ સુધી તમારી વચ્ચે બધું ઠીક હતું. ત્યારે મેં પણ તમારી વચ્ચે તફાવત જાેયો હતો.
મલાઈકા અરોરા ઈમોશનલ થઈ હતી અને રડવા પણ લાગી હતી. અરબાઝ અને તેણે અલગ થવાનું નક્કી કર્યું તે સમય વિશે ફરાહને વાત કરતાં કહ્યું હતું ‘મને યાદ છે કે, ખૂબ ઓછા લોકોએ મને આ વાત કહી હતી. તે અને કરણે મને આમ કહ્યું હતું. તમે મારી સાથે રહ્યાા હતા અને કહ્યું હતું, ગમે તેવી સ્થિતિ આવે પરંત તમે હંમેશા મારી સાથે રહેશો. હું તે વાતને ક્યારેય નહીં ભૂલું. હું હંમેશા તે યાદ રાખીશ’, આટલું કહેતા જ મલાઈકાની આંખમાં આંસુ આવી જતાં ફરાહે સાંત્વના આપી હતી.SS1MS