સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામીને મહત્વના પદેથી હટાવાયા
સાળંગપુર, સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રો પર વિવાદ બાદ નૌતમ સ્વામી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદ બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવાયા છે.
તેમને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો ર્નિણય અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો છે. લખનઉમાં આ અખિલ ભારતીય સંત સમિતિની બેઠક મળી હતી, જેમાં આ જાહેરાત કરાઈ.
આજના સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીને હટાવાયા છે. સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામી સામે સંતોમાં જ આક્રોશ જાેવા મળી રહ્યો છે. જેથી અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીની લખનઉ ખાતે મળેલી બેઠકમાં તેમને હટાવવાનો ર્નિણય લેવાયો છે. અખિલ ભારતીય સંત સમિતિએ તેમને પદ પરથી હટાવ્યા છે.
સાળંગપુર હનુમાનજી ભીત ચિત્ર વિવાદ મામલે હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ સંતો અને ૫૦૦ જેટલા લોકો સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા. તમામ લોકો દેવી દેવતાઓના અપમાન બંધ કરો જેવા અનેક ફ્લેકસ બેનર સાથે મંદિરે પહોંચ્યા હતા.
બરવાળા મામલતદાર પોલીસ તેમજ ર્જખ્ત ન્ષ્ઠહ્વ મસમોટા કાફલા દ્વારા પ્રદર્શન કારીઓને હાઈવે બાયપાસ એન્ટ્રી ગેટ પર રોકી દેવાયા હતા. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત ૧૦ લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા જવા દેવાયા અન્ય લોકોને રોકી દેવાયા હતા. મૂર્તિ હટાવવાની ઉગ્ર માંગ સાથે મહામંડલેશ્વર સહિત ૧૦ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે કોઠારી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.