માતા-પિતાના સેપરેશન બાદ શાહીદે ઉઠાવી ઘરની જવાબદારી

મુંબઈ, માતા-પિતા સેપરેટ થવાનું નક્કી કરે અને તે સમયે બાળક નાનું હોય તો તેના પર ઘણું બધું વીતતું હોય છે અને તે સમય કરતાં જલ્દી મોટું થઈ જતું હોય છે.
ઈશાન ખટ્ટર સાથે પણ આમ જ થયું હતું, તે માંડ પાંચ વર્ષનો હશે ત્યારે નીલિમા આઝીમ અને રાજેશ ખટ્ટરે ડિવોર્સ લીધા હતા. જાે કે, ભાઈ શાહિદ કપૂરે પરિવારની તમામ જવાબદારી પોતાના ખભા પર ઉપાડી લીધી હતી. આ વાત એક્ટરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહી હતી.
તેણે તેમ પણ જણાવ્યું હતું કે, કલાકારોના પરિવારમાંથી આવતો હોવા છતાં, તેના માતાએ તેને ક્યારેય એક્ટર બનવા માટે ફોસલાવ્યો નહોતો.
માતા-પિતાના સેપરેશન સામે ડીલ કરવું શું મુશ્કેલ હતું તેના જવાબમાં એક વેબપોર્ટલ સાથે વાતચીત કરતાં ઈશાન ખટ્ટરે કહ્યું હતું ‘મારે એક મોટોભાઈ પણ હતો અને જ્યારે હું નવ-દસ વર્ષો હતો ત્યારે તે સારું કમાવા લાગ્યો હતો. તેથી, તે એવી વ્યક્તિ હતો જેણે પરિવાર અને મારી સંભાળ લીધી હતી. મને મારા ઉછેર પ્રત્યે કોઈ ફરિયાદ નથી. મેં જે બાળપણ વીતાવ્યું તેના પર મને ગર્વ છે.
મને લાગે છે કે, આજે હું જે વ્યક્તિ છું તે જે મેં જાેયું અને તે માટે જે કર્યું તેના કારણે છું. ઘણા લોકોને લાગે છે કે તેઓ મારી કહાણી જાણે છે, પરંતુ કોઈ જાણતું નથી કે જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે શું અનુભવતો હતો’.
આગળ તેણે કહ્યું હતું ‘મને મારા મમ્મી પર ગર્વ છે, મેં તેને ઘણા બધામાં પસાર થતાં જાેયા છે. તે સર્વાઈવર છે, મજબૂત વ્યક્તિ છે અને જે રીતે મેં તેમને જાેયા છે એ માટે જ મહિલાઓ પ્રત્યેનો મારો આદર વધ્યો છે. મારા માતા રાણી છે અને તેઓ બધાને હકદાર છે. હું જે છું તે તેમણે બનાવ્યો છે. મને આ વાત પર ગર્વ છે. હું જીવનથી ડરતો નથી, હું કોઈને કહેવાથી ડરતો નથી, કારણ કે મેં જીવન જાેયું છે’.
ઈશાન ખટ્ટરે એક્ટિંગ કરિયરની શરૂઆત ૨૦૦૫માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ‘લાઈફ હો તો ઐસી!’થી કરી હતી, જેમાં શાહિક કપૂર લીડ એક્ટર હતો. ત્યારબાદ તે ૨૦૧૭માં ‘બીયોન્ડ ધ ક્લાઉન્ડ્સ’માં મુખ્ય પાત્ર ભજવતો જાેવા મળ્યો હતો. અત્યારસુધીમાં એક્ટર ધડક, ખાલી પીલી અને ફોન ભૂત જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.SS1MS