રત્ના પાઠકનાં નિવેદન બાદ સોશિયલ મીડિયાના પ્રભાવનો એનાલિસીસ શરૂ થયો
મુંબઈ, થોડાં વખત પહેલાં રત્ના પાઠકે એક નિવેદનમાં કહેલું કે ઇન્સ્ટાગ્રામ પર તેનાં વધારે ફોલોવર્સ નથી એટલા માટે તેમને આખું વર્ષ કામ વગર બેસવું પડ્યું.
આ અંગે હવે ઘણા કલાકારો બોલતાં થયાં છે. રત્ના પાઠકે કહેલું, “આજે ઇન્સ્ટાગ્રામ પર તમારે કેટલાં ફોલોવર્સ છે, તેના આધારે લોકોને કામ મળે છે. મેં આવું સાંભળ્યું છે. મને તો કોઈએ પૂછ્યું જ નહીં કારણ કે હું તો ઇન્સ્ટાગ્રામ પર છું જ નહીં. તો મને કદાચ એ કારણથી કામ નહીં મળ્યું હોય.” હવે રત્ના પાઠક ઉપરાંત કરિશ્મા તન્નાથી લઈને અભિલાશ થપિયાલ સહિતના લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે.
જાણીતી ટીવી અને ઓટીટી એક્સ્ટ્રેસ કરિશ્મા તન્નાએ કહ્યું, “ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સના આધારે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ મળે છે તે હવે એક કલ્ચર બની રહ્યું છે. આજકાલ કેટલાંક કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ ઘણી વખત કલાકારની સોશિયલ મીડિયા પર હાજરીના આધારે, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મને આધારે કોઈ કલાકારને કામ આપવું કે નહીં તેનો નિર્ણય લે છે.
આ વલણ પાછળની વિચારધારા એવી છે કે જે કલાકારને સોશિયલ મીડિયા પર વધુ ફોલોઅર્સ હોય તે કલાકારના કારણે ફિલ્મ વધુ જોવાશે અને ફિલ્મની પ્રમોશનલ વેલ્યુ વધશે. કમનસીબે જે કલાકારો ઇન્સ્ટાગ્રામ પર નથી પરંતુ ભરપુર અભિનય ક્ષમતા હોય અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતાં હોય તેમને નુકસાન જાય છે.” જ્યારે ઉર્વશી ધોળકિયાએ જણાવ્યું,“હું રત્નાજી સાથે બિલકુલ સહમત છું.
હું તો આ વાત વર્ષાેથી કરતી આવી છું, રત્નાજી આ આ પ્રશ્નો ઉઠાવનારા પહેલાં નથી. ખાસ કરીને કોવિડ પછી સોશિયલ મીડિયા અગત્યનું બની ગયું છે, આ પહેલાં કોઈને કંઈ ફરક પડતો નહોતો. પેન્ડેમિકથી લોકોની વિચારધારા બદલાઈ ગઈ અને અચાનક લોકોના ઇન્સ્ટાગ્રામની અપડેટ જોયા કરવાનું લોકપ્રિય થઈ ગયું. એ સમય દ્વારા ડિજીટલ માર્કેટ ઘણું મજબૂત બની ગયું.
જો તકોની વાત કરીએ તો હવે બધું જ નંબર ગેમ બની ગયું છે.” અભિષેક બેનર્જીએ જણાવ્યું, “ઘણી વખત કાસ્ટિંગના નિર્ણય પર કલાકારના પોર્ટફોલિયો, તેમના ફોલોવર્સની સંખ્યા અને સોશિયલ મીડિયા જેવની બાબતોની અસર થતી હોય છે. તેમને તેના કારણે એક કે બે વખત કામ મળી શકે છે, પરંતુ પછી તો માત્ર તમારું ટેલેન્ટ અને એક્ટિંગ જ કામે આવે છે, દર વખતે એવું થઈ શકે નહીં.
સારા કલાકારને સોશિયલ મીડિયાના વેલિડેશનની જરૂર નથી. કારણ કે માત્ર સોશિયલ મીડિયા પર હાજરી હોવાથી કોઈ મહાન કલાકાર બની જતું નથી. પરંતુ હા, આના કારણે તક જતી રહે તેવું બની શકે ખરું.” ઓટીટી પર ઘણા રોલ માટે જાણીતા રોલ કરનાર દિવ્યેંદુ શર્માએ જણાવ્યું, “આ થોડું મૂર્ખામીભર્યું છે.
મને લાગે છે કે આવું ત્યારે જ બને છે જ્યારે મેકર્સને પોતાના કન્ટેન્ટ પર ભરોસો ન હોય, ત્યારે તેઓ આવા રસ્તાઓ અપનાવે છે. આ બહુ વિચિત્ર છે કારણ કે તેના કારણે ઘણા લાયક કલાકારો છે, જેમણે કલાકાર બનવા અને તેની તાલીમ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. તો આવા કલાકાર માટે ઇન્સ્ટાગ્રામના આંકડાઓને કારણે કામ ગુમાવવું એ મૂર્ખામી છે.
મને તો લાગે છે કે ઘણી વખત તો આ આંકડાઓ પણ નકલી હોય છે. તેના માટે ફિલ્મ મેકર્સ જવાબદાર ગણાવા જોઈએ.” પોતાના કોમેડી અને શેડેડ રોલ માટે જાણીતા નમિત દાસે કહ્યું, “હાલ પણે એક ટ્રાન્ઝિશનના સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ.SS1MS