‘છાવા’ની સફળતા પછી વિકી કૌશલ જાદુગરના રોલમાં દેખાશે

મુંબઈ, વિકી કૌશલની કરિયરમાં અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ ‘છાવા’ છે. ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજના રોલ માટે વિકીની ચોમેર પ્રશંસા થઈ રહી છે ત્યારે તેની આગામી ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે.
શૂજિત સરકારના ડાયેરક્શનમાં ‘એક જાદુગર’ બની રહી છે, જેમાં વિકી કૌશલનો લીડ રોલ છે. આ ફિલ્મની સ્ટોરી કે વિકીના કેરેક્ટર અંગે ખાસ માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેને ફેન્ટસી ડ્રામા તરીકે ઓળખવામાં આવે છે.
‘એક જાદુગર’ની ટીમ દ્વારા ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરે દરેક ફિલ્મ રસિકનું ધ્યાન ખેંચ્યું છે. પોસ્ટરમાં વિકી કૌશલે જાદુગર જેવા ચમકદાર કપડાં પહેરેલા છે. હોલિવૂડ સ્ટાર જોની ડેપ જેવી હેટને વિકીએ પહેલેલી છે.
આ હેટ પર લીલા રંગનું એક પીંછું છે. વિકીએ લીલા રંગનો સૂટ પહેર્યાે છે અને તેના પર એમ્બ્રોઈડરી છે. બો ટાઈ અને તેની મરોડદાર મૂંછો અલગ જ લૂક છે. વિકીના ચહેરા પર તોફાની સ્મિત જોવા મળે છે. વિકીના હાથમાં એક ક્રિસ્ટલ બોલ છે, જેને તો ગોળ ફેરવી રહ્યો છે. સર્કસના સેટની જેમ પાછળના પડદા પણ લીલા રંગના છે, જે જાદુની અનોખી દુનિયામાં સફર કરાવવા તૈયાર જણાય છે.
‘છાવા’ની સફળતા પછી વિકીની પહેલી ફિલ્મનું પ્રમોશન શરૂ થયું છે. ‘એક જાદુગર’ની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી. આ ઉપરાંત વિકી પાસે સંજય લીલા ભણસાલીની બિગ બજેટ ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પણ છે. વિકી સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થવાની છે.SS1MS