Western Times News

Gujarati News

ઉરી હુમલા બાદ અમેરિકાએ આઇએસઆઇની ભૂમિકાના પુરાવા પાકિસ્તાનને સોંપ્યા હતા

નવી દિલ્હી, પાકિસ્તાનમાં ભારતના રાજદૂત રહેલા અજય બિસારિયાએ પોતાના નવા પુસ્તકમાં ઘણા ખુલાસા કર્યા છે. પોતાની પુસ્તક ‘એન્ગર મેનેજમેન્ટઃ ધ ટ્રબલ્ડ ડિપ્લોમેટિક રિલેશનશિપ બીટવીન ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન’માં બિસારિયાએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.

તેમણે લખ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં ઉરીમાં ભારતીય સૈન્ય બેઝ પર આતંકી હુમલા પછી તરત જ અમેરિકાએ હુમલામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇની ભૂમિકાના પુરાવા પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને સોંપ્યા હતા.

વધુમા બિસારીયાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂતે સપ્ટેમ્બર ૨૦૧૬માં એ ઘટના બાદ શરીફ સાથે મુલાકાત કરી હતી અને તેમને એક ફાઇલ સોંપવામાં આવી હતી જેમાં ઉરી હુમલાની યોજના બનાવવામાં આઇએસઆઇની મિલિભગતની જાણકારી હતી. નોંધનીય છે કે આ હુમલામાં ૧૯ ભારતીય સૈનિકોના મોત થયા હતા અને આ હુમલા પાછળ પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાનું કહેવાય છે.

પુસ્તકમાં બિસારીયાએ દાવો કર્યો હતો કે પુરાવા એટલા મજબૂત હતા કે નવાઝ શરીફ અને પાકિસ્તાન આર્મી વચ્ચેનો ગતિરોધ વધી ગયો હતો અને જેના કારણે ઁસ્ન્-દ્ગ પાર્ટીના વડાને ૨૦૧૭માં તેમના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ઉરી હુમલાને લઈને શરીફનો મુકાબલો કરવામાં અમેરિકાની ભૂમિકા અગાઉ નોંધાઈ નથી. જો કે બિસારિયાએ પાકિસ્તાનમાં અમેરિકાના એ રાજદૂતનું નામ લીધું હતું નથી જેઓ નવાઝ શરીફને મળ્યા હતા.

પરંતુ તે સમયે આ પદ ડેવિડ હેલ હતા. જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટ ખાતેના ભારતીય વાયુસેનાના બેઝ પર થયેલા આતંકવાદી હુમલામાં પણ જૈશ-એ-મોહમ્મદ પર આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉરી હુમલાએ મોદીની ઓચિંતી મુલાકાતથી ભારત-પાકિસ્તાન સંબંધોને વધુ સારા બનાવવાની સંભાવનાઓને પાટા પરથી ઉતારી દીધી હતી.

વડાપ્રધાન મોદી શરીફની પૌત્રીના લગ્નમાં હાજરી આપવા માટે ૨૦૧૫માં લાહોર ગયા હતા. ઉરી હુમલામાં આઈએસઆઈની ભૂમિકા અંગે યુએસ દ્વારા આપવામાં આવેલી માહિતીથી “નિરાશ” શરીફે વડા પ્રધાન કાર્યાલયમાં નાગરિક અને લશ્કરી નેતાઓની બેઠક બોલાવી હતી. ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ સચિવ એઝાઝ અહમદ ચૌધરીએ એક રજૂઆત કરી હતી જેમાં જણાવાયું હતું કે દેશ “રાજદ્વારી અલગાવ”નો સામનો કરી રહ્યો છે અને પઠાણકોટ હુમલાની તપાસ બાદ જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ “કેટલીક સ્પષ્ટ કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી.

ઓક્ટોબર ૨૦૧૬ માં પાકિસ્તાનના ન્યૂઝપેપર ડૉન દ્વારા પ્રથમ વખત મીટિંગનો રિપોર્ટ બહાર પાડ્યો હતો જેના કારણે વિવાદ થયો હતો જેને ‘ડૉનગેટ’ નામથી ઓળખવામાં આવે છે. બિસારીયાએ વધુમાં લખ્યું હતું કે “નવાઝ શરીફને હટાવવાનો સમય આવી ગયો છે. સૈન્યએ એવા વડા પ્રધાન સામે રાજદ્રોહના આરોપો લગાવવાનું શરૂ કર્યું જેણે મૂળ રાષ્ટ્રીય હિત પર સવાલ ઉઠાવવાની હિંમત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.