યુવકે લગ્ન કર્યા બાદ ખબર પડી કે પત્ની કુખ્યાત ડોન છે
પોરબંદર, આધુનિક સમયમાં મેટ્રોમોનિયલ વેબસાઈટોમાંથી જીવનસાથીની પસંદગી કરતા લોકો જીવનસાથીની પસંદગી પૂર્વે જાે સંપૂર્ણ જાણકારી ન મેળવે તો તેના કેવા ખરાબ અંજામ આવી શકે તેનો લાલબત્તી સમાન કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે.
શાદી ડોટ કોમ પરથી જીવનસાથીની પસંદગી કરતા લોકો પોરબંદરના યુવાનની સાથે બનેલા આ બનાવને જાેઈને સબક લે તે જરુરી છે, ત્યારે પોરબંદરના આ યુવાનના જીવનમાં ખળભળાટ મચાવતો કિસ્સો તમને પણ ચોંકાવશે. પોરબંદરના મારાજબાગ પાસે રહેતા લોહણા યુવક વિમલ કારીયા પણ આવા જ લગ્નના કારણે હાલ પછતાય રહ્યો છે.
શહેરના માણેકચોક શાક માર્કેટમાં બટેટાનું વેચાણ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા વિમલ કારીયા લગ્ન કરવા માંગતા હોવાથી તેઓ શાદી ડોટ કોમમાં જીવનસાથીની શોધમાં હતા. આ દરમિયાન વિમલને રીટા દાસ નામની આસામની પ્રોફાઈલ જાેવા મળી હતી.
જેમાં આ રીટા દાસે પોતાના ડિવોર્સી તરીકેની પ્રોફાઈલમાં જાણકારી આપી હતી. આ જીવનસાથી પસંદગી સાઈડમાંથી વિમલ અને રીટા એકબીજાના સંપર્કમાં આવ્યા અને ધીમેધીમે મોબાઈલ નંબરની આપલે થી વાત લગ્ન સુધી પહોંચી હતી.
લગ્ન બાદ ૬ માસમાં જ રીટા વિમલને હાથતાળી દઈને આસામ જતી રહી હતી અને ત્યાર બાદ રીટાનો જે અસલી ચહેરો વિમલ સમક્ષ આવ્યો તે હકીકત જાણી વિમલના પગ નીચેથી જાણે કે જમીન જ ખસી ગઈ.
કારણ કે પોતે જે રીટા સાથે લગ્ન કર્યા હતા તે રીટા દાસ નહી પરંતુ રીટા ચૌહાણ હોવાના તેની સામે ઘટસ્ફોટ થયો હતો અને આ રીટા ચૌહાણ કોઈ સામાન્ય ગૃહિણી નહીં પરંતુ તેના પર આર્મ્સ કેસ, ચોરી, લૂંટફાટ, ગેંડાનો શિકાર, સ્મગ્લિંગ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી તે એક ડોન હોવાનું સામે આવ્યું હતું.
અહીંથી જ વાત પુરી થતી નથી પરંતુ સૌથી મોટો ઘટસ્ફોટ તો હવે થાય છે ત્યારે વિમલને એ વાતની જાણ થાય છે કે આ રીટા ચૌહાણ એ કુખ્યાત અનીલ ચૌહાણની પત્ની છે, જેણે વિવિધ રાજ્યોમાંથી ૫૦૦૦ કારો ચોર્યાના ગુના સહિત અનેક ગુનાઓ તેના પર છે. આપવીતી જણાવતા વિમલ કારીયાએ જણાવ્યુ હતુ કે, મને રીટાએ એવું જણાવ્યું હતું કે, હું ૧૩ વર્ષથી માત્ર નાળીયર પાણી પીને નવરાત્રી રહું છું.
અવારનવાર તે વીડિયો કોલથી ત્યાંના ધાર્મિક સ્થળોના દર્શનો કરાવી મને ધાર્મિકતા બતાવી મને ફસાવ્યો હતો. લગ્ન માટે તે આસામના ગોહાટીથી ફ્લાઈટ વડે અમદાવાદ આવી હતી ત્યાર બાદ વિમલ તેને પોરબંદર લાવી અહીં પોરબંદરના આર્યસમાજમાં વિધીવિધાન સાથે લગ્ન કર્યા હતા.SS1MS