Western Times News

Gujarati News

ત્રણ વર્ષના ડેટિંગ બાદ પારસ અને માહિરાના કેમ થયા અલગ

મુંબઈ, બુધવારે સવારે બિગ બોસ ૧૩ ફેમ કપલ પારસ છાબરા અને માહિરા શર્માના બ્રેકઅપના સમાચાર આગની જેમ ચારેતરફ ફેલાઈ ગયા હતા. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર અનફોલો અને બંનેની તસવીરો ડિલિટ કરી દીધી છે.

જાે કે, જ્યારે પારસનો સંપર્ક કર્યો તો તેણે આ સમાચાર સાંભળીને તેને આઘાત લાગ્યો હોવાનું કહ્યું હતું. ‘મીડિયાના લોકો, મિત્રો તેમજ પરિવારના સભ્યો તરફથી સવારથી મળી રહેલા મેસેજ અને કોલના કારણે મારો ફોન સવારથી રણકી રહ્યો છે.

મેં કોઈને જવાબ આપ્યો નથી. આ પહેલો એવો કોલ છે જે મેં રિસીવ કર્યો છે’, તેમ તેણે કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે ‘આ ખબર સાંભળી હું પણ મૂંઝવણ અને આઘાતમાં છું. માહિરાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી મને કેમ અનફોલો કરી દીધો અથવા અમારી તસવીરો ડિલિટ કરી દીધી તેની જાણ મને નથી. હું પહેલી માર્ચે જ્યારે માહિરા ૧૫મી માર્ચે મુંબઈ શિફ્ટ થઈ હતી.

ત્યારથી હું સામાન અનપેક કરવામાં અને તેને ગોઠવવામાં વ્યસ્ત થઈ ગયો છું. મારી મમ્મી પણ મારી સાથે રહેવા અહીં આવી ગઈ છે જ્યારે માહિરા તેની મમ્મી સાથે છે. મુંબઈમાં અમે બધું મેનેજ કરવામાં વ્યસ્ત છીએ. કારણ કે આશરે ત્રણ વર્ષ બાદ અમે અહીંયા આવ્યા છીએ.

બ્રેકઅપ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે હા, એક મુદ્દા પર અમારા વચ્ચે ઝઘડો થતાં આશરે એક અઠવાડિયાથી અમે એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. પરંતુ આવા ઝઘડા તો થતાં રહે છે, જ્યારે અમે બિગ બોસના ઘરમાં હતા ત્યારે પણ આમ થતું હતું.

અમે ક્યારેય નથી કહ્યું કે, અમે પ્રેમીપંખીડા છીએ પરંતુ હા અમે તે જાળવી રાખ્યું હતું કે અમે મિત્રો કરતાં વધારે કંઈક છીએ અને જાે ઉપરવાળાએ ઈચ્છું તો લગ્ન કરીશું પરંતુ અમે એકબીજાને રિલેશનશિપના ટેગમાં બાંધ્યા નહોતા.

ગુસ્સામાં મેં પણ તેને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. પરંતુ એકવાર બધું ઠીક થઈ ગયા બાદ હું ચોક્કસથી તેને ફોન કરીશ. મને ખાતરી છે કે અમે જાહેર જગ્યા પર મળીશું અને આ હરકત પર હસીશું. તેથી, જે કંઈ છે તે અસ્થાયી છે.

પારસ છાબરાએ કહ્યું હતું કે, તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઘણું બધું ચાલી રહ્યું છે. ‘મેં મારા માટે વૃંદાવનમાં ઘરની સાથે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી. હું જે પ્રોજેક્ટ સાઈન કરવાનો છું, તેના માટે ઉત્સાહિત છું. જેની જાહેરાત હું ખૂબ જલ્દી કરીશ. તેથી, હું હેપ્પી ઝોનમાં છું. આવું કંઈક આ સમયે ન થયું હોત તો સારું હોત. પરંતુ માહિરા સાથે બધું ઠીક થઈ જશે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.