વર્ષમાં બે ફ્લોપ ફિલ્મ પછી જાન્હવીને ‘દેવરા’ પર આશા
મુંબઈ, જાન્હવી કપૂર માટે ૨૦૨૪નું વર્ષ ખાસ ઉત્સાહજનક રહ્યું નથી. આ વર્ષે જાન્હવીની બે ફિલ્મ રિલીઝ થઈ હતી અને તે બંનેને ઓડિયન્સે રિજેક્ટ કરી હતી. ‘ઝરા હટકે’ વિષય ધરાવતી આ બંને ફિલ્મોના ધબડકા પછી જાન્હવી કપૂર પરંપરાગત મસાલા ફિલ્મ સાથે આવી રહી છે. જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સાથેની ‘દેવરા’ને સાઉથમાં જાન્હવીની પ્રથમ ફિલ્મ ગણવામાં આવે છે.
આ ફિલ્મનું બીજું રોમેન્ટિક સોન્ગ સોમવારે રિલીઝ થયું છે. તેને મળી રહેલા રિસ્પોન્સને જોતાં આ વર્ષમાં એક પણ હિટ નહીં રહેવાનો જાન્હવીનો અફસોસ દૂર થઈ શકે છે. ‘દેવરા’નું પહેલું સોગ ફીયર ઓડિયન્સને પસંદ આવ્યું હતું. સોમવારે નવું ગીત ચાર ભામાં રિલીઝ થયું છે.
હિન્દી વર્ઝનના શબ્દો ‘ધીરે ધીરે’ છે. આ સોન્ગમાં જાન્હવી અને જુનિયર એનટીઆરનો રોમેન્ટિક અંદાજ જોવા મળે છે. તેને હિન્દી ઉપરાંત તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરાયું છે. હિન્દી વર્ઝનમાં સિંગર શિલ્પા રાવ અને અનિરુદ્ધનો અવાજ છે. આ વર્ષે જાન્હવીની પહેલી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ૩૧ મેના રોજ રિલીઝ થઈ હતી.
રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ખાસ ચાલી ન હતી. બીજી ફિલ્મ ‘ઉલઝ’ તાજેતરમાં રિલીઝ થઈ છે અને ચાર દિવસમાં જ તેના શો ખાલી જઈ રહ્યા છે. આ સ્થિતિમાં જાન્હવીની સઘળી આશાઓ ‘દેવરા’ પર છે. આ ફિલ્મથી જાન્હવી સાઉથની ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
તેમાં જાન્હવી અને જુનિયર એનટીઆરની સાથે શ્›તિ મરાઠે, પ્રકાશ રાજ, શ્રીકાંત, સૈફ અલી ખાન અને શાઈન ટોમ ચાકો પણ છે. આ ફિલ્મ ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.SS1MS