Western Times News

Gujarati News

બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે

(એજન્સી)પાલનપુર, કોરોનાકાળ દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો બે વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અંબાજીના માઈભક્તો માટે એક સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે.

આ વર્ષે હવે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૫થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની રંગેચંગે ઉજવણી થશે. રમત ગમત અને યુવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ તથા યાત્રાધામ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જેમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવશે. સાથે જ મેળાને લઈને તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

મંદિરના ટ્‌ર્સ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન બે વર્ષથી મેળાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાંથી માઈ ભક્તો મંદિરે દર્શન કરવા આવતા હોય છે. સાથે જ પગપાળા દર્શને કરવા માટે આવતા ભક્તોનો પણ ખાસો એવો ધસારો જાેવા મળે છે. ત્યારે આ પગપાળા આવતા ભક્તોને જરુરી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દર્શન માટે સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

જેથી આ મેળા દરમિયાન વહેલી સવારના પાંચ વાગ્યાથી માઈભક્તો મંદિરના દર્શન કરી શકશે. સાથે જ આ મેળા દરમિયાન વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે એ માટે વિવિધ ૨૮ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે.

મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને પાણી, વીજળી, એસટી બસ, આરામની સુવિધા, આરોગ્ય, સ્વચ્છતા, રસ્તા રિપેરિંગ, ગબ્બર ખાતે દર્શન કરવા જતા ભક્તોને સુવિધા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વર્ષે મેળામાં નવા આકર્ષણો પણ જાેવા મળશે. બીજી તરફ, અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.